Sat,16 November 2024,7:12 pm
Print
header

અમદાવાદ રેલ્વે પોલીસે ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને ઝડપી લીધા- Gujarat post

અમદાવાદઃ રેલ સુરક્ષા દળનાના (RPF) જવાનો શંકાસ્પદ વક્તિઓને પકડીને રેલ્વે પરિસર, સ્ટેશનો તેમજ ટ્રેનોમાં ગુનાઓને રોકવા પ્રયત્નશીલ રહે છે. ત્યારે આ જ અમદાવાદ મંડળના RPF ની ટીમે બે બુટલેગરોને ઝડપી પાડ્યાં છે. મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે સાબરમતી પોસ્ટના નિર્દેશન હેઠળ સબ ઈન્સ્પેક્ટર મહાવીરસિંહ ગુર્જર અને સ્ટાફ રેલ પેસેન્જર ટ્રેનોમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા આરોપીઓને પકડવા ટીમ નિયુક્તિ કરવામાં આવી છે. જે RPF ટીમ દ્વારા ટ્રેન નંબર 14822 કે જે સાબરમતી- જોધપુર પેસેન્જર એક્સપ્રેસમાં સાબરમતીથી ખોડિયાર સ્ટેશન સુધી ચેકિંગ હાથ ઘરાયું હતુ, જેમાં જનરલ કોચમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

રીહાન અબરાર કુરૈશી ઉંમર-21 વર્ષ, રહેવાસી- શેખ ખાન મહોલ્લા ગામ- અછનેરા તા-કિરાવલી, જિલ્લો-આગ્રા (UP) અને જલ્લો જમીલ કુરૈશી ઉંમર-20 વર્ષ, રહેવાસી- બાગ કિલ્લા મહોલ્લા, ગામ-કિરાવલી, તહસીલ-કિરાવલી, જિલ્લો-આગ્રા ને ત્રણ બેગમાં સીલ કરેલી અંગ્રેજી દારૂની બોટલો સાથે ઝડપી લીધા છે.કુલ 72 નંગ દારુની બોટલો જેની કુલ કિંમત 12456 રૂપિયા થાય છે. પકડાયેલ શખ્સોની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા તેમની ધરપકડ કરાઇ હતી.આ બંને બુટલેગરોને જીઆરપી સાબરમતી પોલીસને સોંપવામાં આવ્યાં છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સો કોની પાસેથી દારૂ લઈને આવ્યાં હતા અને કોણે આપવા જઇ રહ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch