Mon,18 November 2024,6:01 am
Print
header

અમદાવાદમાં સામૂહિક દુષ્કર્મ, સુરતની મહિલા પતિને અંધારામાં રાખીને પ્રેમી સાથે અમદાવાદ આવી હતી.

અમદાવાદઃ રાજ્યમાં સામૂહિક દુષ્કર્મની વધુ એક સનસનીખેજ ઘટના બની છે સુરતથી મહિલાને અમદાવાદ લાવીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે પ્રેમીએ જ પોતાના મિત્ર સાથે મળીને આ નરાધમ કૃત્ય કર્યું છે.શહેરના માનસી ચાર રસ્તા પાસેની ઓફિસમાં જ આ સનસનીખેજ ઘટના બની છે. સુરતમાં રહેતો આરોપી રાકેશ અને તેની પરણિત પ્રેમિકા વચ્ચે ઘણા સમયથી સંબંધો હતા જેથી રાકેશ પર વિશ્વાસ કરીને મહિલા અમદાવાદ આવી હતી પરંતુ તેને વિચાર્યું પણ નહીં હોય કે તેની સાથે આવું કૃત્ય થશે.

રાકેશે દારૂના નશામાં બળજબરી કરી પછી તેના મિત્રએ પણ બળાત્કાર કર્યો હતો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મહિલા પાસેથી થોડા થોડા કરીને 80 હજાર રૂપિયા પણ રાકેશે પડાવી લીધા હતી. મહિલા પોતાના પતિને અંધારામાં રાખીને પ્રેમી સાથે અમદાવાદ આવી હતી આ મહિલાએ પ્રેમીને 15 હજાર રૂપિયાનો મોબાઇલ પણ ગિફ્ટમાં આપ્યો હતો. હવે આ સનસનીખેજ ઘટના બાદ હડકંપ મચી ગયો છે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch