Fri,15 November 2024,3:58 am
Print
header

અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો

અમદાવાદ: બોપલ વિસ્તારમાં એમબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા મામલે ક્રાઇમબ્રાન્ચે પોલીસ કર્મચારી વિરેન્દ્ર પઢેરિયાની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. આરોપી વિરેન્દ્ર પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વે.માં ફરજ બજાવતો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન અનેક હકીકતો સામે આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે આ બનાવ બન્યો તે સમયે અન્ય એક પોલીસકર્મી તેની સાથે હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી પર હુમલો કર્યા બાદ આરોપી પોલીસકર્મી તેના ઘરે પહોંચ્યો હતો. તેણે પોતાની કાર ઘરની પાસે જ પાર્ક કરી દીધી અને ફરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તેને છરીને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. ત્યારબાદ તેને ટ્રાવેલર્સમાં અને બાદમાં બે અલગ અલગ ગાડીઓ બદલીને પંજાબ પહોંચ્યો હતો.

આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને સાથે રાખીને ઘટનાસ્થળે લઇ જઇને  રિ-કન્ટ્રકશન કરાવ્યું હતું ત્યારબાદ પંચનામું કર્યું હતું. પોલીસે આરોપીને સાથે રાખીને આખી ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તેની વિગતો મેળવી હતી. આ દરમિયાન આરોપી વિરેન્દ્ર રડી પડ્યો હતો. તે સરખી રીતે ચાલી પણ શકતો નહોતો.

નોંધનીય છે કે શહેરના બોપલ વિસ્તારમાં કાર ચાલક સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે 2 વિદ્યાર્થીઓએ કાર સ્પીડમાં ન ચલાવવાનું કહેતા કાર ચાલકે છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch