Thu,24 October 2024,7:49 am
Print
header

મોટો હુમલો થવાનો હતો...IS આતંકવાદીઓનો ખુલાસો, પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર હુમલાની જગ્યા અને સમય આપવાના હતા

અમદાવાદઃ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા ચાર આતંકવાદીઓએ એટીએસ સામે કબૂલાતો કરી છે, પાકિસ્તાન સ્થિત હેન્ડલરે અમદાવાદમાં તેમના માટે શસ્ત્રો એકત્રિત કર્યાં પછી હુમલો કરવા માટેનું ચોક્કસ સ્થળ અને સમય તેમને જણાવવાનો હતો. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ રવિવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાના ચાર નાગરિકોની ધરપકડ કરી હતી. ઈસ્લામિક સ્ટેટના ઈશારે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પાકિસ્તાન સ્થિત હેન્ડલરની સૂચના પર અહીં પહોંચ્યાં હતા.

ATSએ મોબાઈલ ફોનના આધારે અમદાવાદમાં એક જગ્યાએ છોડી ગયેલી ત્રણ પિસ્તોલ અને કારતૂસ કબ્જે કર્યાં હતા. એટીએસ તપાસ કરી રહી છે કે આ લોકો હુમલો ક્યાં કરવાના હતા અને કયા સંઘ અને ભાજપના નેતાઓ તેમની નિશાના પર હતા.

આતંકીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં છે. એટીએસ અધિકારીઓ પ્લાનિંગ વિશે પૂછપરછ કરી રહ્યાં છે. તપાસ એજન્સી એવા લોકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે જેઓ ભારતમાં આતંકવાદીઓને મદદ કરી રહ્યાં છે. જોશીએ કહ્યું કે તેમના ફોનના ડેટાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.

મોબાઈલ ફોન પરના ડ્રોપ પોઈન્ટનું પણ ટેકનિકલી વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આતંકીઓ શ્રીલંકાથી તમિલનાડુ થઈને અમદાવાદ પહોંચ્યાં હતા.

મોહમ્મદ નુસરત (35), મોહમ્મદ ફારૂક (35), મોહમ્મદ નફરન (27) અને મોહમ્મદ રસદીન (43) તરીકે ઓળખાયેલા આતંકીઓ રવિવારે સવારે કોલંબોથી ફ્લાઈટ દ્વારા ચેન્નાઈ પહોંચ્યાં હતા અને બીજી ફ્લાઈટ લઈને અમદાવાદ પહોંચ્યાં હતા.ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે આ લોકો આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ઈસ્લામિક સ્ટેટના ઈશારે ભારતમાં આવ્યાં હતા. હાલમાં આ કેસની ઉંડી તપાસ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch