Fri,22 November 2024,9:41 pm
Print
header

અમદાવાદમાં પ્રિ મોન્સૂનના દાવા પોકળ, અનેક જગ્યાએ ભૂવા પડ્યાં, રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ- Gujarat Post

વડોદરા અને સુરતમાં પણ ધોધમાર વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે, અમદાવાદમાં પણ મેઘમહેર થઈ છે, રવિવારે અમદાવાદના ગોતા-સાયન્સ સિટી બોપલમાં 7 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.શહેરમાં સરેરાશ વરસાદ 3 ઈંચ નોંધાયો હતો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન દર વર્ષની જેમ આ વખતે પણ પાણીમાં બેસી ગયો હતો. અનેક વિસ્તારે પાણીમાં ગરકાવ થઈ ગયા અને જમીનની અંદર મસમોટા ભૂવા પડ્યાં હતા.

શેલામાં ઓર્કિડ સ્કાય પાસે ક્લબ ઓ 7 તરફ જવાના રસ્તે એક ટ્રક સમાઈ જાય તેવો મસમોટી ભૂવો પડયો હતો. જેના કારણે એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો. આ મોટા ભૂવો જ તંત્ર દ્વારા કામગીરીમાં કેટલી બેદરકારી રાખવામાં આવી હશે, તેનો  બોલતો પુરાવો હતો. ભારે વરસાદથી સાયન્સસિટી, ગોતા, બોપલના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. બાપુનગરથી બોપલ સુધીના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ ગટરીયા પાણી બેક માર્યા હતા. ભારે વરસાદથી મીઠાખળી, અખબાર નગર, મકરબા, ચાંદલોડીયા ખાતેના અંડરપાસ થોડો સમય માટે બંધ કરાયા હતા.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. માણાવદરમાં સવા આઠ ઈંચ, સુરતના મહુવામાં સાત ઈંચ, વંથલી, દ્વારકા, બારડોલી, કુતિયાણા, ઓલપાડ, કામરેજમાં છ-છ ઈંચ વરસાદ નોંધાયો હતો.

સુરત, મુંદ્રા, વાપી, મેંદરડામાં સાડા પાંચ ઈચ, કપરાડા, બાબરા, ભેંસાણ, વલસાડ, ભરૂચમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch