Mon,18 November 2024,8:16 am
Print
header

ગુજરાતના આ શહેરમાં સૌ-પ્રથમ શરૂ થશે પ્લેન રેસ્ટોરન્ટ, જાણો વધુ વિગતો

વડોદરા: ગુજરાતીઓ માટે વધુ એક નવું નજરાણું આવી રહ્યું છે. વડોદરા શહેરમાં એરબસ-320 એરક્રાફ્ટમાં ગુજરાતની સૌ-પ્રથમ રેસ્ટોરન્ટ શરૂ થાય તેવી શક્યતા છે. જો આ રેસ્ટોરન્ટ શરૂ થશે તો તે દેશમાં આ પ્રકારની ત્રીજી હોટલ હશે. ન્યૂઝીલેન્ડના શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, ભારતના પંજાબના લુધિયાણા અને હરિયાણાના મોહરી સહિતના દુનિયાનાં 8 એવાં શહેરો છે જ્યાં આ પ્રકારની રેસ્ટોરન્ટ છે. 

આ યાદીમાં નવમું નામ વડોદરાનું ઉમેરાય તેવી શક્યતા છે. વડોદરામાં રિયલ એરબસ 320માં એક રેસ્ટોરન્ટ શરૂ થવા જઇ રહી છે. ગુજરાતની સૌથી પ્રથમ એરપ્લેન રેસ્ટોરન્ટ વડોદરા શહેરમાં શરૂ થશે. આગામી બેથી ત્રણ મહિનામાં આ પ્લેન રેસ્ટોરન્ટ ધમધમતું થઇ જશે. જો વિમાનમાં બેસવાની તક ન મળી હોય, તેમાં બેસવાની ફીલનો અનુભવ કરવો હોય તો આ રેસ્ટોરન્ટમાં એ મજા માણી શકાશે. આ રેસ્ટોરન્ટ વડોદરાના દક્ષિણે આવેલા ધનિયાવી બાયપાસ પાસેની એક હોટેલના ઓનર દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ આ રેસ્ટોરન્ટમાં 99 વ્યક્તિઓ એક સાથે જમી શકશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch