Fri,15 November 2024,2:49 pm
Print
header

વિમાનમાં મહિલા પર પેશાબ કરવાનો કેસ, આરોપી શંકર મિશ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં એક મહિલા પર બિઝનેસમેન શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો, તે સમયે મિશ્રા દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે, આ કેસમાં એરલાઇન્સ કંપનીને મહિલાએ લેટર લખ્યાં પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમા શંકર મિશ્રાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો, હવે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

મિશ્રાના વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેના પર 11 જાન્યુઆરીએ સુનાવણી થશે.પોલીસે આરોપી મિશ્રાની બેંગ્લોરથી ધરપકડ કરી હતી અને દિલ્હીમાં કોર્ટમાં તેને હાજર કરાયો હતો. તેને વિમાનમાં મહિલાને ખુબ જ પરેશાન કરીને તેના પર પેશાબ કર્યો હતો, તે સમયે એરલાઇન્સના સ્ટાફે પણ મહિલાને મદદ કરી ન હતી, બાદમાં પીડિતાએ કંપનીને પત્ર લખીને આ વાતની જાણ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch