Mon,18 November 2024,9:58 am
Print
header

11 મહિના બાદ ગાંધીનગર અક્ષરધામના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલશે

મિસ્ટીક ઇન્ડિયા ફિલ્મના શો પણ નિયમિત રીતે દર્શાવવામાં આવશે, કોવિડ-19ના નિયમોનું પાલન કરાશે

અમદાવાદઃ કોરોના (corona)ને કારણે દેશમાં તમામ ધાર્મિક સ્થળો પણ બંધ હતા. જો કે અનલોક બાદ તબક્કા વાર મંદિરો (temple)માં દર્શન શરુ કરાયા હતા. ગાંધીનગર અક્ષરધામ (gandhinagar Akshardham) સ્વામીનારાયણ મંદિરના મુખ્ય દર્શન અને પ્રદર્શનો પણ બંધ હતા. હવે 11 મહિના બાદ અક્ષરધામના તમામ વિભાગો શરુ કરવાનું નક્કી કરાયુ છે. જેમાં મંદિરમાં દર્શનની સાથે તમામ પ્રદર્શનો પણ શરુ થશે. ખાસ કરીને સૌથી પ્રિય એવી મિસ્ટીક ઇન્ડિયા ફિલ્મ પણ દર્શાવવામાં આવશે.આગામી 6ઠ્ઠી તારીખથી અક્ષરધામ દર્શન માટે ખુલશે. અક્ષરધામ દ્વારા સચ્ચિદાનંદ વોટર શો બે મહિનાથી પ્રાયોગિક રીતે શરુ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા અક્ષરઘામના તમામ વિભાગો શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. 

બીએપીએસ (BAPS) સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવાયું છે કે પ્રદર્શન સાથે પુસ્તક, આર્યુવેદિક દવાનો સ્ટોર, પ્રેમવતી ઉપહાર ગૃહ, બાળકો માટેની રાઇડ પણ શરુ થશે. જો કે અક્ષરધામમાં કોવિડ-19ની તમામ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. અહીં આવનારા તમામ લોકોને ટેમ્પરેચર તપાસીને જ પ્રવેશ આપવામાં આવશે અને માસ્ક ફરજિયાત રહેશે. આમ, તમામ નિયમો વચ્ચે 11 મહિના બાદ ગાંધીનગર અક્ષરધામ દર્શનાર્થીઓ માટે ખુલશે. આ માટે મંદિર દ્વારા વિશેષ આયોજન કરાયુ છે. જેમાં વધારાનો સ્ટાફ હાજર રહેશે. પ્રદર્શનમાં સામાજિક અંતર જળવાઇ રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch