Sun,17 November 2024,2:23 pm
Print
header

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દારુનો વેપાર, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દવાની સાથે વિદેશી દારૂનું પણ વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. કારમાં દારૂની હાટડી ખોલીને બેઠેલા બે યુવાનોને સેકટર-7 ડી સ્ટાફ દ્વારા બાતમીને આધારે ઝડપી લઈને 59 નંગ વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન અને કાર મળીને કુલ રૂપિયા 5.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સીસીટીવી કેમેરા નહીં હોવાને કારણે વાહન ચોરી, દારૂની મહેફિલ સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલીફાલી છે. થોડા વખત અગાઉ જ રાત્રીના સમયે યુવતીઓની છેડતી થતી હોવાનો વીડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા સુધી ફરિયાદ પહોંચી હતી જેને પગલે પોલીસે રાત્રીના સમયે જ સિવિલ કેમ્પસમાં દરોડા કર્યાં હતા.સિવિલ કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં તસ્કરો બેખોફ રીતે વાહનોની ચોરી કરીને નાસી જતાં હોવાના બનાવો પોલીસ મથકમાં  નોંધાતા રહેતા હોય છે. ત્યારે આ સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જ કારમાં દારૂની હાટડી ખુલી ગઈ હોવાનો કિસ્સો સેકટર 7 પોલીસ મથકના ચોપડે નોંધવા આવ્યો છે.

સેકટર-7 પોલીસ મથકના પીઆઈ સચિન પવાર દ્વારા ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્ટાફને સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે ગઈકાલે રાત્રિના સમયે ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુરપાલસિંહ બળવંતસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આવેલી નવી બિલ્ડીંગના કોરોના વોર્ડ પાસેના પાર્કિંગમાં કારમાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે ડી સ્ટાફે સિવિલ કમ્પાઉન્ડમાં રેડ કરીને લાલ કલરની વર્ના કારને કોર્ડન કરીને બે ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે કારની તલાશી લેતાં ડેકીમાંથી 59 નંગ બોટલો ભરીને વિદેશી દારૂની પેટી મળી આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch