Thu,19 September 2024,7:29 am
Print
header

રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીયો પરત આવશે, પીએમ મોદીએ પુતિન સમક્ષ ઉઠાવ્યો હતો મુદ્દો

યુક્રેન-રશિયા યુદ્ધના માહોલ વચ્ચે બે મોટા લિડરની મુલાકાત

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યાં

આ ભારતની 140 કરોડ જનતાનું સન્માન- મોદી

મોસ્કોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ યાત્રા પર આખી દુનિયાની નજર છે. આવી સ્થિતિમાં પીએમ મોદીને આ યાત્રાથી મોટી સફળતા મળી છે. રશિયાએ તેમની સેનામાં કામ કરતા તમામ ભારતીય નાગરિકોને સ્વદેશ પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ આ મામલો રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ ઉઠાવ્યો હતો.

પુતિનના નિવાસસ્થાને બેઠક

પીએમ મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિના નોવો-ઓગાર્યોવો નિવાસસ્થાને મળ્યાં હતા. બંને નેતાઓએ અનૌપચારિક બેઠક કરી છે. મૈત્રીપૂર્ણ રશિયન-ભારત સંબંધો તેમજ વર્તમાન આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચાં કરવામાં આવી હતી.

પુતિને પીએમ મોદીના વખાણ કર્યાં

વ્લાદિમીર પુતિને તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીની પ્રશંસા કરી હતી. ત્રીજી વખત પીએમ બનવા પર મોદીને અભિનંદન આપતા પુતિને કહ્યું કે આ કોઈ સંયોગ નથી, પરંતુ તમારા ઘણા વર્ષોના કામનું પરિણામ છે. તમે ખૂબ જ મહેનતુ વ્યક્તિ છો, ભારત અને ભારતીય લોકોના હિતમાં પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ છો. વડાપ્રધાન મોદીએ તેમનું આખું જીવન તેમના લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે અને લોકો તેને અનુભવી શકે છે.

ખાનગી બેઠક થઈ

બંને નેતાઓ વચ્ચે ખાનગી મુલાકાત થઈ હતી અને તેઓએ સાથે ડિનર પણ કર્યું હતું. PM મોદી મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ યોજશે. લગભગ પાંચ વર્ષમાં પીએમ મોદીની રશિયાની આ પહેલી મુલાકાત છે. તેઓ છેલ્લે 2019માં રશિયા ગયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch