Mon,18 November 2024,10:16 am
Print
header

વિશ્વ પર વધુ એક મહામારીનો ખતરો, કોરોના કરતા પણ વધારે ખતરનાક છે આ રોગ !

નવી દિલ્હી: સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે લાખો લોકોના મોત થયા છે અને કરોડો લોકો કોવિડ-19થી સંક્રમિત થયા છે.આ બધા વચ્ચે એક એવા ફંગસથી વૈજ્ઞાનિકો ડરેલા છે જે કોરોનાથી પણ વધુ તબાહી મચાવી શકે છે. ફંગસનું નામ કેન્ડિલા ઓરિસ (Candida Auris) છે. જે બ્લેક પ્લેગ ફેલાવવાનું કારણ બની શકે છે. આ ફંગસ ખુબ જ જોખમી  છે. 

મહામારી લાવવામાં સક્ષમ

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેન્ડિલા ઓરિસ (Candida Auris) ફંગસ એટલી જોખમી છે કે તે કોરોનાથી પણ મોટી મહામારી લાવવામાં સક્ષમ છે. કારણ કે તે ઝડપથી ફેલાય છે. ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કેન્ડિલા ઓરિસ પોતાની જાતને વધુ સારી કરી રહી છે મોટાભાગની એન્ટીફંગલ દવાઓને બેઅસર કરી રહી છે. સીડીસી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ ફંગસ હોસ્પિટલોમાં ફેલાઈ ગઈ તો તે ખુબ જ જોખમી બની જશે. 

વર્ષ 2009માં થઈ હતી કેન્ડિલા ઓરિસની ઓળખ

લંડન ઈમ્પિરિયલ કોલેજમાં મહામારી વિશેષજ્ઞ જોહાના રોડ્સે કહ્યું કે કેન્ડિલા ઓરિસ ફંગસ કેન્ડિલા ઓરિસ (Candida Auris) સપાટી પર લાંબા સમય સુધી પોતાને જીવિત રાખે છે. રોડ્સ વર્ષ 2016માં ઈંગ્લેન્ડમાં ફંગસના કારણે ફેલાયેલા સંક્રમણને કાબૂ કરનારી ટીમમાં સામેલ હતા. કહ્યું કે બ્લેક પ્લેગ સાથે તેની સરખામણી એટલા માટે થઈ રહી છે કારણ કે તે વાંદરાઓથી ફેલાયેલી છે. 

વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થા સુધારવાની જરૂર

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં સ્વાસ્થ્ય સેવાઓમાં ફેલાયેલી કમીઓને ઉજાગર કરી. આ કમીઓને દૂર કરવાની જરૂર છે. કારણ કે આવનારા સમયમાં અનેક મહામારી ફેલાઈ શકે છે. જેમાં પર્યાવરણ પરિવર્તન પણ મહત્વની ભૂમિકા ભજવશે. આવામાં સ્વાસ્થ્ય સેવાઓને પ્રાથમિકતાના આધારે સુધારવી પડશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch