Sat,21 September 2024,8:13 am
Print
header

આજના મોટા સમાચાર, જ્ઞાનવાપી ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો- Gujarat Post

વારાણસીઃ જ્ઞાનવાપી ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. અલ્હાબાદ કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે અને મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. હવે સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે.

જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સર્વે મામલે આજે અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટની સૂચના પર હાઈકોર્ટમાં સુનાવણી બાદ ASIના સર્વેને મંજૂરી આપવામાં આવી છે. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેક્ષણથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચૂકાદો આપ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે.

હિંદુ પક્ષના વકીલે કહ્યું કે કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.વારાણસીના જિલ્લા ન્યાયાધીશ દ્વારા જ્ઞાનવાપી સર્વેની મંજૂરી આપતા આદેશને અંજુમન ઈન્તેઝામિયા મસાજિદે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી.

21 જુલાઈએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપી પરિસરમાં વુજુખાના અને શિવલિંગ સિવાયના વિસ્તારોના ASI સર્વેક્ષણનો નિર્દેશ આપ્યો હતો. 24 જુલાઈના રોજ મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી સર્વે પર રોક લગાવતા તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. હવે મંદિર-મસ્જીદના વિવાદમાં સર્વે શરૂ કરાશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch