Fri,01 November 2024,2:59 pm
Print
header

શું ભાજપને ફાયદો થશે ? કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા આપમાં જોડાઇ ગયા- Gujarat Post

ભાવનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજના નેતાઓને લઇને સૌથી મોટો સમાચાર સામે આવ્યાં છે. અનેક નેતાઓ, સમાજ સેવકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. આજે હાર્દિક પટેના જૂના સાથી અને પાસ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.આ નેતાઓએ આપનું પ્રાથમિક સભ્ય પદ લીધું છે. કેજરીવાલ અને ભગવંત માનની હાજરીમાં તેઓ આપમાં સામેલ થઇ ગયા છે.

અલ્પેશ કથીરિયાના આપમાં જોડાવાથી સુરતમાં પાટીદારોની બહુમતીવાળા વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં થોડી અસર થવાની શક્યતા છે. એક વખતના  હાર્દિક પટેલના સાથી અલ્પેશ કથીરિયાને અનેક વખત જેલ થઇ છે.જો કે પાટીદાર આંદોલન ખતમ થયા પછી પણ તેની લોક ચાહના યથાવત છે. કથીરિયા આપમાં સામેલ થતાં ભાજપને મોટો ફટકો પડશે તેવી ચર્ચાઓ લોકોમાં છે, બીજી તરફ રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે કે અલ્પેશ કથીરિયાના આપમાં જવાથી ફાયદો ભાજપને થશે, જે પાટીદારો કોંગ્રેસ સાથે હતા, તેમના થોડા વોટ હવે આપમાં જશે, મતો બે પાર્ટીમાં જ વહેેંચાઇ જતા જે તે બેઠક પર ભાજપના ઉમેદવારની જીતની શક્યતા વધી જશે.

ગારિયાધારમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કથીરિયા વરાછા બેઠક પરથી, જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ સીટ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરે તેવી ચર્ચાઓ છે.

અલ્પેશ કથીરિયાની સાથે ગારીયાધાર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વલ્લભ માણિયા પણ આપમાં સામેલ થયા છે. અહીં અલ્પેશ કથીરિયાએ પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 લોકોને યાદ કર્યાં હતા. કહ્યું મેં દેશદ્રોહના કેસમાં 14 મહિના જેલ વાસ ભોગવ્યો છે મારા પર અનેક પોલીસ કેસ થયા છે, હવે પરિવર્તનની લહેરમાં રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં ગરીબી, બેરોજગાર, શિક્ષણ સહિતના મુદ્દે ભાજપ સામે લડત હશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch