Sat,16 November 2024,4:20 pm
Print
header

આજથી ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ નહીં પ્રગટે, રાહુલ ગાંધીએ કહ્યું કેટલાક લોકો દેશભક્તિ- બલિદાનને નથી સમજી શકતા– Gujarat Post

(file photo)

  • ઈન્ડિયા ગેટ મેમોરિયલ બ્રિટિશ સરકાર દ્વારા બ્રિટિશ ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું
  • આ મશાલને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોત સાથે ભેળવી દેવાશે
  • રાહુલ ગાંધીએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો

નવી દિલ્હીઃઈન્ડિયા ગેટ (india gate) ખાતે અમર જવાન જ્યોતિની (amar jawan jyot) મશાલ 21 જાન્યુઆરીથી પ્રજ્વલિત નહીં થાય. શુક્રવારે આયોજિત એક કાર્યક્રમમાં આ મશાલને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની (national war memorial) જ્યોત સાથે ભેળવી દેવામાં આવશે. ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું કે આ સમારોહની અધ્યક્ષતા એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણ કરશે.  

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે તેમને કોઈનું નામ લીધા વિના લખ્યું છે કે કેટલાક લોકો દેશભક્તિ અને બલિદાનને સમજી શકતા નથી. રાહુલે ટ્વીટ કર્યું, 'આ ખૂબ જ દુઃખદ છે કે જે અમર જ્યોતિ આપણા બહાદુર જવાનો માટે સળગતી હતી, તે આજે બુઝાઈ જશે. કેટલાક લોકો દેશભક્તિ અને બલિદાનને સમજી શકતા નથી, વાંધો નહીં...અમે અમારા સૈનિકો માટે ફરી એકવાર અમર જવાન જ્યોતિ પ્રજવલિત કરીશું!'

ઈન્ડિયા ગેટ મેમોરિયલ બ્રિટિશ સરકાર દ્વારા બ્રિટિશ ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું, જેમણે 1914-21 ની વચ્ચે પોતાનો જીવ ગુમાવ્યો હતો. 1970માં પાકિસ્તાન પર ભારતની મોટી જીત બાદ અમર જવાન જ્યોતિનો યુદ્ધ સ્મારકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 2019 માં ઇન્ડિયા ગેટ સંકુલમાં બનેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં 1947-48 દરમિયાન વિવિધ કામગીરીમાં જીવ ગુમાવનારા તમામ ભારતીય સંરક્ષણ કર્મચારીઓના નામ છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch