Sun,17 November 2024,7:20 pm
Print
header

કોરોનાને કારણે બીજા વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્, માત્ર ઓનલાઇન થશે બાબાના દર્શન

જમ્મુ-કાશ્મીરઃ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે અને 28 જૂનથી બાબાના માત્ર ઓનલાઈન દર્શન થઈ શકશે.જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિંન્હાએ શ્રાઈન બોર્ડ સાથે ચર્ચાં કર્યાં બાદ આ અંગે જાહેરાત કરી છે તેમણે જણાવ્યું કે લોકોનું આરોગ્ય એ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખીને યાત્રા રદ્દ કરવામાં આવી છે. આ પહેલા સિન્હાએ શુક્રવારે કહ્યું હતું કે સરકાર ઝડપથી વાર્ષિક અમરનાથ યાત્રાના આયોજનને લઈ નિર્ણય કરશે.

દરિયાની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર હિમાલયમાં આવેલા બાબા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલટલ રુટથી શરૂ થવાની હતી 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી.જો કે કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રાઈન બોર્ડે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં પણ કોરોના મહામારીને લીધે યાત્રા રદ્દ કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગયા સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોલાવેલી બેઠકમાં મનોજ સિંન્હાએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, અગ્રણી સુરક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch