Sat,21 September 2024,1:00 am
Print
header

અંબાજીઃ મોહનથાળ બનાવવા નકલી ઘીનો ઉપયોગ, લાખો ભક્તોની લાગણી દુભાઈ- Gujarat Post

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની ઘટના સામે આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ ફેઈલ જતાં મંદિરમાં ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં અખાદ્ય ઘીનો ઉપયોગ કરાયો હોવાનો ભાંડો ફૂટી ગયો છે.મંદિરમાં મોહનથાળનો પ્રસાદ તૈયાર કરતી એજન્સી મોહિની કેટરર્સ સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડના માર્કાનું ડુપ્લીકેટ લેબલ બનાવી તેનો ઉપયોગ કરીને મંદિર ટ્રસ્ટ સાથે છેતરપિંડી કરાઇ છે. ઘી  અખાદ્ય હોવા છતાં તેનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. આ મામલો હવે પ્રકાશમાં આવ્યો છે પરંતુ તેની ફરિયાદ ગત 30મી સપ્ટેમ્બરના રોજ અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

સાબર ડેરીના લેબોરેટરી વિભાગમાં નોકરી કરતાં જિજ્ઞેશ પટેલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જણાવ્યું કે, પાલનપુર સર્કલના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ તરફથી અખાદ્ય ઘી અંગેની નોટીસ મળી હતી. આ નોટીસનો જવાબ રજૂ કરતાં ફૂડ વિભાગને જણાવ્યું હતું કે, આ ઘીનું ઉત્પાદન કે વેચાણ સાબર ડેરી દ્વારા થયું નથી. ઘી ના ડબ્બા પર જે બેચ નંબર લખવામાં આવ્યો છે તે અમારી ડેરીની પદ્ધતિ દ્વારા લખવામાં આવ્યો નથી. અમારી ડેરી દ્વારા ઘી પેક કરવા માટે જે ડબ્બા વપરાય છે તે આ ચેકીંગ દરમિયા પકડવામાં આવેલ ડબ્બા નથી.પ્રોડકટનું વર્ણન સાબરડેરી દ્વારા ઈજેટ પ્રીન્ટીંગથી કરવામાં આવે છે. જયારે ફૂડ ઈન્સ્પેકટર દ્વારા પકડવામાં આવેલ ઘીના ડબ્બા પર પ્રોડકટનું વિવરણ ઈન્કજેટ પ્રીન્ટીંગથી કરવામાં આવેલું નથી.

ગઈકાલે દિવસ પર મુદ્દો ચગ્યા બાદ જીસીએમએમએફ દ્વારા જણાવાયું કે, અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો અમારા ધ્યાનમાં આવ્યાં છે. આ ગંભીર બાબત અંગે હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નિમ્ન કક્ષાના ઘીનો પુરવઠો મોહિની કેટરર્સ દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. મોહિની કેટરર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા 15 કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના બનાવટી લેબલ લગાવાયા હતાં. ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ ડબ્બાઓ ઉપર છાપવામાં આવેલ બેચ નંબર, ડબ્બાઓના સ્પેસિફિકેશન, ડબ્બાઓ ઉપર ચોટાડવામાં આવતા લેબલ અમૂલ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા ધારા ધોરણો મુજબ નથી.

મોહિની કેટરર્સ પર કોના ચાર હાથ છે તેના નામ પર હવે નજર રહેશે.ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તોએ મોહનથાળનો પ્રસાદ ખરીદ્યો હતો. જેના કારણે હવે ભક્તોની આસ્થા સાથે પણ ખિલવાડ થયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch