6 આરોપીઓ પોલીસ પક્કડથી દૂર
આરોપી લાલા પરમારના પોલીસે પોસ્ટર લગાવ્યાં
Ambaji Gang Rape Case Updates: રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. સતત ચોરી, લૂંટ, હત્યાના બનાવોની સાથે બળાત્કારની ઘટનાઓમાંવધારો થયો છે. શક્તિપીઠ અંબાજીમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે.15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નિકળી હતી. તે દરમિયાન ઓળખીતો વ્યક્તિ બાઈક પર બેસાડીને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં 6 નરાધમોએ સાથે મળીને સામૂહિક બળાત્કારને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
નરાધમોએ સગીરાનું મોઢું દબાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપીઓ તેને ત્યાં જ અર્ધ બેભાન હાલતમાં મૂકીને ફરાર થઈ ગયા હતા, સગીરાની માતાએ હિંમત કરીને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સાંસદ ગેનીબેને રાજ્ય સરકારને આડેહાથ લેતાં કહ્યું, ભાજપના નેતાઓ વાવ વિધાનસભાના પ્રચારમાં વ્યસ્ત છે. જો એમનું વહીવટી તંત્ર અને પોલીસ ત્યાં હોત તો આવી ઘટના ના બની હોત. તેમને ચૂંટણીમાં રસ છે, બેન દીકરીઓનું રક્ષણ કે કાયદો વ્યવસ્થા જાળવવામાં રસ નથી. અન્ય રાજ્યમાં ઘટના બને ત્યારે અહીં રેલીઓ નીકળતી હોય છે. હું ગૃહ રાજ્ય મંત્રી સંઘવીને વિનંતી કરું છું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને જે ગુનેગાર છે તેને બંધારણમાં રહી કડક સજા થાય.
બનાસકાંઠાના જિલ્લા ભાજપ પ્રમુખે દુષ્કર્મની ઘટનાને વોખડીને ગેનીબેન ઠાકોરના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે આ પ્રકારની ઘટનામાં રાજ્ય સરકારનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. ભૂતકાળમાં પણ દુષ્કર્મના આરોપીઓ સામે કડક કાર્યવાહી થઈ છે અને આ કેસમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદની આ હોસ્પિટલે રૂપિયા ખંખેરવા કરી નાખ્યાં ઓપરેશન, 2 દર્દીઓનાં મોત થતા હોબાળો- Gujarat Post | 2024-11-12 15:09:46
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા | 2024-11-12 08:12:53
વડોદરા પી વી મુરજાણી આત્મહત્યા કેસઃ માનેલી પુત્રી અને તેની માતાનો ફોન સ્વીચ ઑફ, બંનેને શોધવા પોલીસ કામે લાગી- Gujarat Post | 2024-11-11 10:39:13
લોરેન્સ બાદ બિશ્નોઈ ગેંગના અન્ય માફિયાઓ માટે કરણી સેનાએ જાહેર કર્યું ઈનામ- Gujarat Post | 2024-11-11 10:13:56
ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કર્યાં તો માંગ ઉઠી કે ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારીઓ અને પાર્ટીના ગદ્દારોને હટાવો | 2024-11-10 21:53:40
પાટીલનો પાવર ઉતારવાનો છે...કહેનારા માવજી પટેલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ | 2024-11-10 17:59:37
સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર, ફરજિયાત રહેવું પડશે હાજર- Gujarat Post | 2024-11-10 10:45:29