Fri,15 November 2024,11:54 pm
Print
header

ઉદેપુર બાદ અમરાવતીમાં પણ હત્યા, કેમિસ્ટની હત્યા પછી સામે આવ્યું વોટ્સએપ અને નૂપુર શર્માનું કનેક્શન- Gujarat Post

Amravati Murder Case: રાજસ્થાનના ઉદેપુરમાં દરજી યુવકની ઘાતકી હત્યા બાદ મહારાષ્ટ્રના અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યાકાંડે પણ દેશને ચોંકાવી દીધો છે. અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યામાં નુપૂર શર્માના સમર્થનની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. દરમિયાન, મૃતકના ભાઈ ઉમેશે હત્યાને લગતા અનેક ખુલાસા કર્યા છે.

મૃતક ઉમેશના ભાઈ મહેશ કોલ્હેએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે 21 જૂનની રાત્રે મારો ભાઈ દુકાન બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ ઉમેશ પર છરીથી હુમલો કર્યો હતો, હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં તે મરી ચૂક્યો હતો.

હત્યાનું કારણ શું હતું ?

હત્યા પાછળના કારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મહેશ કોલ્હેએ કહ્યું કે અમને તેની હત્યા પાછળના કારણ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. તેણે ક્યારેય અમને ધમકીઓ વિશે જણાવ્યું પણ નહીં. તેણે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં નુપૂર શર્મા વિશેના મેસેજ ફોરવર્ડ કર્યાં હતા. તેણે આ મેસેજ ગ્રુપમાં જ કર્યાં હતા, અંગત રીતે કોઈને ફોરવર્ડ કર્યા નથી.

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપૂર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર દરજી કન્હૈયાલાલની થોડા દિવસો પહેલા જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. હવે અમરાવતીમાં આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હેને નૂપુરના સમર્થન માટે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

NIAની એક ટીમ અમરાવતી પહોંચી છે અને તપાસ સંભાળશે. ટીમ આ મામલે તપાસ કરી રહી છે, મહારાષ્ટ્ર પોલીસ પાસેથી માહિતી મેળવી રહી છે. એક ટ્વિટમાં, ગૃહ મંત્રાલયે કહ્યું કે MHAએ અમરાવતીમાં ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યા સાથે સંબંધિત કેસની તપાસ NIAને સોંપી દીધી છે.

કોલ્હે અમરાવતી શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તેમણે નુપૂર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ શેર કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેને ભૂલથી વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ શેર કરી હતી જેમાં તેના ગ્રાહકો સહિત કેટલાક મુસ્લિમ સભ્યો પણ હતા.

આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ 

ઉમેશ કોલ્હેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. આ અંગે ઉમેશના પુત્ર સંકેત વતી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની તપાસના આધારે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપી હજુ ફરાર છે. 

ભાજપના નેતાઓના ગંભીર આક્ષેપો

ઉમેશ કોલ્હેની હત્યા અંગે સ્થાનિક ભાજપ નેતાઓએ પોલીસને પત્ર સુપરત કર્યો છે, જેમાં આરોપ લગાવ્યો છે કે બદલો લેવા અને દાખલો બેસાડવા માટે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch