Sun,17 November 2024,11:26 am
Print
header

અમરેલીઃ નિવૃત PIએ છરીના ઘા ઝીંકીને પુત્રવધુની કરી નાખી હત્યા, જાણો કઈ રીતે સમગ્ર ઘટના આવી બહાર

અમરેલીઃ નિવૃત પીઆઈએ છરીના ઘા ઝીંકીને પુત્રવધુની હત્યા કરી નાખી છે. કાવતરું રચીને કરાયેલી હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ડોકટરી પુરાવા તેમજ CCTVએ નિવૃત પીઆઇ તેમજ તેના પરીવારજનોની પોલ છતી કરી નાખી છે. પોલીસે આરોપી પીઆઇ તેમજ તેના પરિવારજનોને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

અમરેલીના સહજાનંદ નગર વિસ્તારમાં ગત 6 તારીખના રોજ પરણીતા પૂનમબેન વાઘેલાએ ઘરમાં જ બ્લડ પ્રેશરની બીમારીથી કંટાળીને પોતાની જાતે છરીના ઘા માર્યાં હોય અને તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયાની વાત હતી, બાદમાં ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાય હતા, જ્યાં તેમનું 8 તારીખના રોજ મોત નીપજ્યું હતું પરિવારજનોએ આત્મહત્યા કરી હોવાનું પોલીસમાં લખાવ્યું હતું.

આ કેસની ઉંડાણ પૂર્વક તપાસ દરમિયાન પીએમ રિપોર્ટમાં ડોકટર દ્વારા લખ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાની જાતે આટલા ઊંડા ઘા કરી શકે નહી, જેથી આજુબાજુની જગ્યામાં લાગવાયેલ CCTV ફૂટેજમાં મૃતકના સસરાની મૃતકના ઘરે હાજરી તેમજ મૃતકના પરિવારજનોની દિનચર્યા જોઈને શંકા ઉપજાવી હતી, મૃતકના ભાભીએ પણ આ હત્યા હોવાની ફરિયાદ કરી હતી,તેમના ફોન પર પણ તેમની પુત્રીને લઈ જવાનું કહ્યું હતું જેથી પોલીસે તપાસ કરતા આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાનું ખુલ્યું હતું.

આ ઘટનામાં પુત્રવધુની હત્યા સસરા અને નિવૃત પીઆઇ ગિરીશ વાઘેલાએ કરી હોવાનું સામે આવ્યું છે, મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલા અને સાસુ મધુબેન વાઘેલા પણ હત્યામાં સામેલ હોય અને કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘરકંકાસ અને મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલાના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધોની વાત પત્ની પુનમબેનને ગમતી ન હતી.જેથી ઝઘડા થતા થોડાં દિવસો પહેલાં મૃતક મહિલા ઘર છોડીને પણ જતા રહ્યાં હતા. બાદમાં ઘરે પરત આવી ગયા હતા બાદમાં ઝઘડો થતા તેમના પતિ,સાસુ અને સસરાએ હત્યા નિપજાવી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch