Sun,23 June 2024,8:38 am
Print
header

માસૂમની જિંદગી ન બચી શકી....અમરેલીમાં બોરમાં પડેલી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો- Gujarat Post

પરપ્રાંતીય ખેત મજૂરની પુત્રીના મોતથી ગામમાં શોકનો માહોલ

ફાયર વિભાગ તથા 108ની ટીમે કર્યુ હતું રેસ્ક્યૂં ઓપરેશન

અમરેલીઃ સુરગપુરા ગામે વાડીમાં શુક્રવારે બપોરે એક ખુલ્લા બોરવેલમાં દોઢ વર્ષની બાળકી પડી ગઇ હતી.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તથા 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂં ઓપરેશન શરૂ કર્યુ હતું. કલાકો સુધી આ ઓપરેશન ચાલ્યું હતુ, પરંતુ જિંદગી હારી ગઇ હતી. આજે સવારે બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ફાયર ઓફિસર એચસી ગઢવીએ જણાવ્યું કે સવારે 5.10 કલાકે બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યાં બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ગઈકાલે ગામ લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો વાડીએ ઉમટી પડ્યાં હતા. બધા પરિવારને સાંત્વના સાથે ભગવાનને બાળકીની રક્ષા કરવા પ્રાર્થના કરી રહ્યાં હતા,  પરંતુ બાળકીને બચાવી શકાઇ નથી, બાળકીના માતા-પિતા અને પરિવાર આક્રંદ કરી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch