Sat,16 November 2024,10:19 am
Print
header

અમરેલીઃ દામનગરમાં કૌટુંબિક મામાએ ભાણેજ પર આચર્યું દુષ્કર્મ- Gujarat Post

અમરેલી: લાઠી પંથકમાં રહેતી યુવતી પર તેના જ દૂરના કૌટુંબિક મામાની દાનત બગડી અને લાલચ આપીને પોતાની વાસના સંતોષતો હતો. પરંતુ લગ્ન નહીં કરતાં પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. લાઠીના દામનગરમાં રહેતી એક યુવતીએ દામનગરમાં રહેતા વસીમ રજાકભાઈ ડેરૈયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

આરોપી યુવતીનો દૂરનો કૌટુંબિક મામા થાય છે. તેણે 2017 થી ઓક્ટોબર 2021 દરમિયાન લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. લગ્નનું કહેતા તે ગલ્લા તલ્લા કરતો હતો. જેને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દામનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બે દિવસ પહેલા અમરેલીના જાફરાબાદ તાલુકાના હિંડોરણા ગામેથી એક સગીરાને મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જે બાદ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ બનાવ અંગે સગીરાના પિતાએ મોટા ખુંટવડાના લાલુ રણછોડ પરમાર, અમિત રણછોડભાઇ પરમાર તથા રણછોડ ભાયજી પરમાર, મોટા ખુંટવડા ગામના અજુનાથ માધુનાથ માંગરોળીયા, અનિલનાથ અજુનાથ માંગરોળીયા સામે પણ ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch