Sat,21 September 2024,5:54 am
Print
header

અમરેલીઃ યુવક બર્થ ડે ઉજવવાના બહાને સગીરાને લઈ ગયો હોટલમાં, શરીરસુખ માણીને પરત ફરતા હતા ને થયું...Gujarat Post

(Demo pic)

અમરેલીઃ વાંકિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શ્રમિક પરિવારની સગીરાને યુવકે જન્મદિવસ ઉજવવાને બહાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાંથી જ તેને બાઇક પર બેસાડીને તે લઈ ગયો હતો અને પરત ફરતી વખતે બાઇક પૂરઝડપે ચલાવતાં ટ્રેક્ટર સાથે અથડાયું હતું. જેમાં તે અને સગીરા બંને ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ વાંકિયા ગામે રહેતા તુષાર અશોકભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીએ તેમની દિકરી સગીરવયની હોવાનું જાણવા છંતા, લલચાવી, ફોસલાવીને તેની સાથે ગંદુ કામ કરવાના ઇરાદે બે મહિના પહેલા સ્કૂલે જતી હતી ત્યારે ચલાલા ખાતે હોટલમાં લઇ જઇ બે વાર શરીર સંબંધ બાંધ્યો હતો.ઉપરાંત ત્રણ દિવસ પહેલા તેમની દિકરીનો જન્મ દિવસ હતો ત્યારે આરોપીએ તેનો બર્થ ડે ઉજવવાના બહાને સ્કૂલે જતી હતી ત્યાંથી મોટર સાયકલમાં બેસાડી ફરીથી ચલાલા કોઇ હોટલમાં લઇ ગયો હતો. દરમિયાન માતા-પિતા તેમની દિકરીને શોધી રહ્યાં છે.તેવી ખબર પડી જતા ત્યાંથી પરત ફરતી વખતે મોટર સાયકલ પુરઝડપે ચલાવી આગળ જતા ટ્રેક્ટરના પાછળના ભાગે ભટકાવ્યું હતું. જેમાં બંનેને ઇજા થઈ હતી. અમરેલી રૂરલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch