Sat,21 September 2024,6:02 am
Print
header

બગસરાના સુડાવડ ગામમાં વિધર્મીએ માનસિક વિકલાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યુ- Gujarat Post

નરાધમ સામે લોકોમાં જોરદાર આક્રોશ

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો

અમરેલીઃ બગસરાના સુડાવડ ગામમાં એક વિધર્મી પુરુષ દ્વારા માનસિક વિકલાંગ યુવતિ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વિધર્મી યુસુફ ઉર્ફે ઈશુ હસમુખભાઈ સિપાઈ(ઉ.વ.45)એ માનસિક વિકલાંગ યુવતિની એકલતાનો લાભ લીધો હતો. મકાનની દિવાલ કૂદીને આવેલા નરાધમે યુવતિ સાથે દુષ્કર્મ આચર્યું હતું.પીડિતાના માતા-પિતા ખેતી કામ માટે વાડીએ ગયા હતા ત્યારે વિધર્મીએ આવીને એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરીને ધમકી આપી હતી.

દિકરીએ તેની ભાષામાં આ વાત માતાને કરતાં તેઓ હચમચી ઉઠ્યાં હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ વિધર્મી બે  સંતાનનો બાપ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ બસગરાના વીએપી, બજરંગદળ જેવા સંગઠનોના કાર્યકરોને થતાં તેઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યાં હતા, આરોપી સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બગસરા પોલીસે આરોપીને રાત્રે જ તેના ઘરેથી ઝડપી લીધો હતો અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch