Sat,16 November 2024,12:58 pm
Print
header

મોંઘવારીનો માર.. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો કર્યો વધારો- Gujarat post

આણંદઃ મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. અમૂલે દૂધના (Amul Milk) ભાવમાં 1 માર્ચ મંગળવારથી લિટરે 2 રૂપિયાનો ભાવવધારો કર્યો છે.ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં (Amul Milk Price Hike) પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. નવો ભાવ વધારો 1 માર્ચ 2022થી અમલમાં આવશે.

આવતીકાલથી એટલે કે 1 માર્ચથી અમૂલ ગોલ્ડની 500 મીલિની બેગ માટે ગ્રાહકોએ 30 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ શક્તિમાં 27 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ તાજાની પ્રતિ બેગ પર 24 રૂપિયા ચૂકવવા પડશે અમૂલ ફેડરેશનની યાદીમાં કહેવાયું છે કે ઉર્જા, પેકેજિંગ, લોજિસ્ટ્કિસ, પશુ આહાર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરાયો છે.

અમૂલ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યાં બાદ અન્ય ડેરીઓ દ્વારા તબક્કાવાર ભાવ વધારો શરૂ કરાયો છે. સાબર ડેરીએ પણ લિટર દૂધમાં રૂપિયા 2 નો વધારો કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રાહકોને એક લિટર દૂધના પેકેજ પર 2 રૂપિયા વધારે ચુકવવા પડશે. ત્યારે પહેલાથી જ મોંઘવારીના મારનો સામનો કરી રહેલી જનતાએ હવે દૂધ માટે વધારે રૂપિયા આપવા પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch