Sat,21 September 2024,5:54 am
Print
header

લાખો પશુપાલકો માટે આનંદના સમાચાર, અમૂલે દૂધના ખરીદી ભાવમાં કર્યો વધારો

અમૂલે પશુપાલકોને લઇને મહત્વનો નિર્ણય કર્યો

દૂધના ખરીદી ભાવમાં રૂપિયા 30નો વધારો કર્યો

અમૂલ સાથે જોડાયેલા પશુપાલકોને ફાયદો થશે

આણંદઃ અમૂલે પશુપાલકોને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. દૂધના ખરીદી ભાવમાં રૂપિયા 30નો વધારો કરાયો છે, પશુપાલકોને 11 ઓગસ્ટથી પ્રતિ લિટર ફેટે 850 રૂપિયા ચુકવવામાં આવશે. જેને લઇને અમૂલ સાથે જોડાયેલા લાખો પશુપાલકોને ફાયદો થશે. અમૂલ ડેરીના ચેરમેને આ અંગે માહિતી આપી હતી.

આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે

નવો ભાવ પ્રતિકિલો ફેટે 850 રૂપિયા કરાયો

આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે અને હવે નવો ભાવ પ્રતિકિલો ફેટ 850 રૂપિયા કરાયો છે.ગાયના દૂધમાં પણ પ્રતિ લિટર1.29 થી 1.36 રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધમાં પ્રતિ લિટર 1.85 થી 2.16 રૂપિયાનો વધારો કરાયો છે.
ભેંસના દૂધમાં પ્રતિ લિટર જૂનો ભાવ 50.66 છે. જે વધીને 52.51 રૂપિયા થશે. ગાયના દૂધનો ભાવ પ્રતિ લિટર 34.33 કરવામાં આવ્યો છે.

નોંધનિય છે કે પશુઓને આપવામાં આવતા ખોરાકના ભાવમાં મોટો વધારો થયો હોવાથી પશુપાલકોની સ્થિતી કફોડી બની છે. જેથી પશુપાલકોના હિતમાં અમૂલે આ નિર્ણય લીધો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch