Fri,15 November 2024,11:06 pm
Print
header

ગુજરાત ATS અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન, રૂ. 20 કરોડનું હેરોઈન ઝડપી લીધું- Gujarat Post

અમદાવાદમાંથી પણ પાંચ ડ્રગ્સ પેડલર પકડાયા

જુદા-જુદા વિસ્તારમાં કરતા હતા ડ્રગની ડિલીવરી

નવી દિલ્હીઃ વસંત કુજ વિસ્તારમાથી એક આરોપીને 4 કિલો હેરોઈન સાથે ગુજરાત એટીએસ અને દિલ્લી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો છે. 4 કિલો હિરોઈનની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા જેટલી છે. દિલ્લી ક્રાઈમ બ્રાન્ચ તેમજ ગુજરાત એટીએસની ટીમે સંયુકત કામગીરી કરી હતી. આરોપી અફઘાની નાગરીક હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીનું નામ વાહીદુલ્લાહ રહીમુલ્લા છે. એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી તરફ અમદાવાદના એસપી રિંગરોડ પરથી પકડાયેલા 28 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ કેસમાં વોન્ટેડ સરખેજ, દરિયાપુર અને કાલુપુરના પાંચ ડ્રગ્સ પેડલરને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. મુંબઈથી ઈક્કો સ્પોર્ટ કારમાં 289 ગ્રામ એમડી ડ્રગ્સ લઈને આવેલા ધનુષ ઉર્ફ બીટ્ટુ આસોડીયા, મનુ દેસાઈ, ઈદ્રીશ ઉર્ફ ઈદુ શેખ અને મો.ઈરફાન ઉર્ફ રાજાબાબુ શેખની 20 દિવસ અગાઉ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં શહેરના ત્રણ વિસ્તારમાં રહેતા પાંચ પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરવાના હોવાની વિગતો મળી હતી.

પોલીસે ઝડપી લીધેલા ડ્રગ્સ પેડલરોમાં અલ્તમસ મુસ્તાક મન્સુરી, સરખેજ, સમીરખાન ઉર્ફ સમીર ધાંગધ્રા અશરફખાન પઠાણ, સરખેજ, શબ્બીર ઉર્ફ બાબા ઉર્ફ બાવા અલ્લારખા શેખ, દરિયાપુર અને શાહીદ ઉર્ફ સાહીલ સલીમભાઈ કુરૈશી રહે, સરખેજ અને સમીરઉદ્દીન ઉર્ફ બોન્ડ રીયાજુદ્દીન શેખ રહે, કાલુપુરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ 28 લાખના એમડી ડ્રગ્સની ડિલિવરી આ પાંચ પેડલરોને જુદા જુદા વિસ્તારમાં કરવાના હતા. આ પેડલરો જે તે વિસ્તારમાં પોતાના ગ્રાહકોને એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પકડાયેલા આરોપીઓમાં સમીરખાન ઉર્ફ સમીર વિરૂદ્ધ નવરંગપુરામાં હત્યાની કોશિષ, દાણીલીમડામાં ફેક ડોક્યુમેન્ટ બનાવવા,કડી- નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના છ થી સાત ગુના તેમજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુના અને શબ્બીર ઉર્ફ બાબા વિરૂદ્ધ દરિયાપુરમાં જુગાર અને જાહેરનામા ભંગના ગુના દાખલ થયેલા છે. ક્રાઈમબ્રાંચે આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કોણે કરતા તે મામલે સઘન તપાસ હાથ ધરી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch