(ફાઈલ ફોટો)
આશરે દોઢ મહિના પહેલા બનેલી ઘટના
ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઇટ દિલ્હી આવતી હતી
પીડિતાએ ટાટા ગ્રુપના ચેરમેનને પત્ર લખતાં મામલો આવ્યો સામે
નવી દિલ્હીઃ ન્યૂયોર્કથી દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિમાનમાં નશામાં ધૂત એક વ્યક્તિએ શરમજનક કૃત્ય કર્યું હતુ, નશામાં ચૂર શખ્સે બિઝનેસ ક્લાસમાં બેઠેલા 70 વર્ષીય મહિલા પર પેશાબ કર્યો હતો. ફરિયાદ બાદ પણ કેબિન ક્રૂ મેમ્બર્સ વતી આ શખ્સ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેકરનને પત્ર લખ્યો, જે બાદ આ કેસની તપાસ શરૂ થઇ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 26 નવેમ્બર 2022ના રોજ બની હતી. મહિલાએ પોતાના પત્રમાં લખ્યું, વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર્સ મુશ્કેલ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે અહીં ન હતા. એરલાઇન્સ દ્વારા તેમની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.તે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-102માં ન્યૂયોર્કના જોન એફ કેનેડી એરપોર્ટથી દિલ્હી જઇ રહી હતી. લંચ બાદ વિમાનની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. દરમિયાન એક નશાખોર વ્યક્તિ સીટ પાસે આવ્યો હતો અને મારા પર પેશાબ કર્યો હતો. એ પછી પણ એ માણસ મારી પાસે જ ઊભો રહ્યો. સહ-મુસાફરે તેને ત્યાંથી ચાલ્યાં જવાનું કહ્યું તે પછી તે ચાલ્યો ગયો હતો.
આ ઘટના પછી, તેના કપડાં, બેગ, પગરખાં ગંદા થઇ ગયા હતા. તેણે આ અંગે ક્રૂ મેમ્બર્સને જાણ કરી હતી, જે બાદ એર હોસ્ટેસ આવીને જંતુનાશક દવા છાંટીને જતી રહી હતી. થોડા સમય બાદ તેને એક જોડી પાયજામો અને ડિસ્પોઝેબલ ચંપલ આપવામાં આવ્યાં હતા.પેશાબ કરનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યાં બાદ તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હતો.
An inebriated male passenger urinated on a female co-passenger in Air India's business class on Nov 26, 2022
— ANI (@ANI) January 4, 2023
Air India has lodged a police complaint regarding the incident which took place on Nov 26 when the flight was on its way from JFK (US) to Delhi: Air India official to ANI pic.twitter.com/XE55X6ao0b
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20