Sat,16 November 2024,10:04 am
Print
header

આણંદઃ જમાઈએ સાસુની નજર સામે જ પત્નીને ચપ્પાના ઘા મારીને ઉતારી દીધી મોતને ઘાટ- Gujarat Post

હત્યા કરીને પછી પોતે પણ કરી લીધી આત્મહત્યા 

(હત્યારા પતિ ભરતની ફાઈલ તસવીર)

બંનેના 18 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા

આરોપીને દારૂ પીવાની કૂટેવ હતી

દારૂના નશામાં પતિ ઘણીવાર પત્નીને મારઝૂડ કરતો

આણંદઃ દારૂની કૂટેવે અનેક મહિલાઓના સંસાર ઉજાડ્યા છે. આવો જ એક બનાવ સામે આવ્યો છે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મધરોળ ગામમાં, જ્યાં દારૂડિયા પતિએ પત્ની પર ચપ્પા વડે હુમલો કરતાં પત્નીનું મોત થઇ ગયું છે.જમાઈએ સાસુની નજર સામે જ ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પડોશીઓ એકઠા થઈ જતાં આરોપી ફરાર થઈ ગયો હતો. બાદમાં તેની લાશે એક ઝાડ પરથી લટકટી હાલતમાં મળી છે, પોલીસ ધરપકડથી બચવા તેને આ આત્મહત્યા કર્યાંનું પ્રાથમિક તારણ છે.

પોલીસ ચોપડે જાહેર થયેલી વિગતો પ્રમાણે, મૃતક મહિલા અને આત્મહત્યા કરનાર ભરત જેઠાભાઈ રોહિતના 18 વર્ષ પહેલા 2004માં પ્રેમલગ્ન થયા હતા. પતિ દારૂ પીવાની કૂટેવ ધરાવતો હતો અને અવારનવાર પત્નીને ફટકારતો હતો. જેના ત્રાસથી કંટાળીને 20 દિવસ પહેલા મહિલા તેના પિયર આવી ગઇ હતી. 10 દિવસ પહેલા ભરત ઘરે આવ્યો હતો અને પત્નીને લઇ જવા માટે સમજાવી હતી. પરંતુ પત્નીને જવાની ના પાડી હતી.

સોમવારના રોજ સવારે 9 વાગ્યે ભરત ફરી આવ્યો હતો, પત્નીને પોતાની સાથે લઇ જવાનું કહેતા ઝઘડો થયો હતો. ઝઘડામાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. હજુ કોઇ કંઇ સમજે તે પહેલા ભરતે ચપ્પુ કાઢીને પત્ની પર ઉપરા છાપરી ઘા કરવાની શરૂ કરી દીધાં હતા. મહિલાને ગળા, પેટ પર ઉંડા ઘા પડતાં લોહીના ફુવારા ઉડ્યાં હતાં, ત્યાંજ લોહી લુહાણ હાલતમાં પત્ની ઢળી પડી હતી. માતા દીકરીની બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. પરંતુ તે પહેલા ભરત ભાગી ગયો હતો, મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. બાદમાં ભરતની પણ લાશ મળી આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch