Fri,15 November 2024,11:07 pm
Print
header

આ ઘટના તમને હચમચાવી નાખશે, સાસુએ પુત્રવધૂનું માથું કાપી નાખ્યું અને તેને લઈને પહોંચી પોલીસ સ્ટેશન- Gujaratpost

પુત્રવધૂનું કપાયેલું માથું હાથમાં લઈને અન્નમૈયા  પોલીસ સ્ટેશન પહોંચી

સુબ્બમ્માનો તેની પુત્રવધૂ સાથે પહેલાથી જ પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો હતો

આંધ્રપ્રદેશઃ અન્નમૈયા જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા કાપેલા માથા સાથે રસ્તા પર ચાલતી જોવા મળી હતી. આ ઘટનાને અંજામ આપનારી મહિલાએ તેની જ પુત્રવધુની હત્યા કરી હતી અને માથું હાથમાં એક બેગમાં લઇને રસ્તા પર ચાલી રહી હતી.

આ મહિલા પોતાની પુત્રવધૂનું કપાયેલું માથું લઈને અન્નમૈયા પોલીસ સ્ટેશન પહોંચી હતી, તેને જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આરોપી મહિલાનું નામ સુબ્બમ્મા છે, જેણે પોતાની પુત્રવધૂ વસુંધરા (35 વર્ષ)ની જાતે જ હત્યા કરી હતી અને પછી કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી.

સુબ્બમ્માનો તેની પુત્રવધૂ સાથે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો હતો અને તે જ સમયે તેને એવી પણ શંકા હતી કે તેની પુત્રવધૂના અન્ય પુરુષ સાથે સંબંધો છે. જેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. સુબ્બમ્મા તેની વહુનું કપાયેલું માથું પોલીથીનબેગમાં લઈને આવી હતી, સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જોનારા પોલીસકર્મીઓ સાથે પણ એવું જ થયું હતું.

સ્થાનિક લોકોનાં જણાવ્યાં અનુસાર, રાયચોટી પોલીસ સ્ટેશનના ઈતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની છે. કેટલાક લોકોએ આ ઘટનાનો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો છે, જેમાં સાસુ કપાયેલા માથા સાથે રસ્તા પર ચાલતી જોવા મળે છે અને બેગ લોહીથી ભરેલી હતી.

વસુંધરા બે બાળકોની વિધવા માતા હતી. તેના પતિએ તેનું ઘર અને જમીન તેના નામે કરી દીધા હતા. અહીના આસપાસના લોકોના કહેવા પ્રમાણે, વસુંધરાનું અન્ય પુરુષ સાથે અફેર હતું, જેના કારણે સુબ્બમ્મા ગુસ્સામાં હતી. સુબ્બમ્માને લાગ્યું કે કોઈ અન્ય વ્યક્તિ તેના પુત્રનું ઘર અને સંપત્તિ હડપ કરવા જઈ રહી છે,જેને કારણે તેણે પુત્રવધૂની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.હાલમાં પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch