Fri,15 November 2024,5:59 pm
Print
header

SIT નો ખુલાસોઃ અંકિતા સાથે શારિરીક સંબંધ બનાવવા માંગતો હતો પુલકિત, દેહ વ્યાપાર માટે કરતો હતો દબાણ- Gujarat Post

દેહરાદૂનઃ અંકિતા હત્યા કેસમાં SITએ ટ્રાયલમાં વધુ બે કલમો ઉમેરી છે. પુલકિત વીઆઇપી મહેમાનો સાથે સંબંધ રાખવા અંકિતાને મજબૂર કરતો હતો. રિસોર્ટ પર આવેલા એક શખ્સે તેને ખોટી નજરથી ગળે લગાવી હતી. આ તમામ તથ્યોના આધારે વેશ્યાવૃત્તિ અધિનિયમ અને IPCની કલમ 354-A ઉમેરવામાં આવી છે.

ત્રણેય આરોપીઓ પૌડી જિલ્લા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં બંધ છે. 18 સપ્ટેમ્બરે રિસોર્ટમાંથી અંકિતાના ગુમ થયાની ફરિયાદને આધારે રેવન્યુ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો, પરંતુ અંકિતા મળી આવી ન હતી. 22 સપ્ટેમ્બરે પોલીસે આ કેસમાં રિસોર્ટના માલિક પુલકિત અને બે મેનેજર અંકિત ગુપ્તા અને સૌરભની ધરપકડ કરી હતી. આરોપીઓઓ કબૂલ્યું છે કે તેમણે અંકિતાને કેનાલમાં ધકેલી દીધી હતી.

આ મામલે અંકિતા અને તેના મિત્ર વચ્ચે થયેલી વાતચીતનો સ્ક્રીન શોટ વાયરલ થયો હતો.તેમાં તેણે મિત્રને કહ્યું કે પુલકિત તેને ગ્રાહકો સાથે સંબંધ બાંધવાનું કહે છે. ત્યાં એક મહેમાન પણ આવ્યો અને નશાની હાલતમાં તેને મને ગળે લગાડી હતી. આ શખ્સ પણ તેના પર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. આટલું જ નહીં અંકિતાના મિત્રના નિવેદનમાં એવું પણ સામે આવ્યું છે કે એક દિવસ પુલકિતે પણ અંકિતા સાથે સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. આ તમામ નિવેદનો અને પુરાવાઓ પર SITએ ટ્રાયલમાં IPC 354-A અને વેશ્યાવૃત્તિ અધિનિયમની કલમો ઉમેરી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch