Sat,16 November 2024,10:26 am
Print
header

પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, મામી સહિત ત્રણ પર હુમલો કરી સગીરાનું ભાણેજે કર્યું અપહરણ- Gujarat Post

એક તરફી પ્રેમમાં પાગલ હતો ભાણેજ

પીછો કરીને શોધવાની કોશિશ કરશો તો ગળું કાપી નાંખીશ તેવી ધમકી પણ આપી

પારડી પોલીસે આરોપીને પકડવાની કવાયત હાથ ધરી

પારડીઃ સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ (one sided love) બનેલા ફેનિલ ગોયાણીએ (fenil goyani) ગ્રીષ્મા વેકરિયાની (Greeshma Vekrariya murder case) જાહેરમાં છરી મારીને હત્યા કર્યાંના  બનાવની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં આવી જ બીજી એક ઘટના સામે આવી છે. વસલાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં સગા મામાની સગીર વયની દીકરીનું એક તરફી પ્રેમમાં પાગલ યુવકે અપહરણ કર્યું હતું અને મામી સહિત ત્રણ પર હુમલો કર્યો હતો. 

પારડી તાલુકાના પારિયા ગામે સગા મામાની સગીર દીકરી સાથે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તોફાન મચાવ્યુ હતું. સગીરાના ઘરે કુહાડી લઈને પહોંચેલા યુવકે સગીરાનું અપહરણ કર્યું હતું. સગીરાને છોડાવવા વચ્ચે પડેલી સગીરાની માતા, નાની બહેન તથા કાકા પર કુહાડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાને કારણે લોહીલુહાણ થયેલા ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

યુવકે જતાં જતાં કોઈ તેને શોધવાની કોશિશ કરશે તો ગળું કાપી નાંખશે તેવી ધમકી આપી હતી. ઘટનાની જાણ પારડી પોલીસને થતાં પોલીસ અહીં આવી પહોંચી હતી અને ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch