Sat,16 November 2024,7:54 pm
Print
header

અરવલ્લી: ડે.ક્લેક્ટર મયંક પટેલ દ્વારા મહિલા પજવણીના કેસમાં નવો વળાંક, જાણો હવે શું થયું ?- Gujarat Post

મોડાસાઃ ડેપ્યુટી ક્લેક્ટર મયંક પટેલે મહિલા અધિકારીની પજવણી કરી હોવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મહિલા અધિકારી અને ડે. ક્લેક્ટર મયંક પટેલ વચ્ચે સમાધાન થયું હોવાની મહિલા અધિકારીએ કોર્ટને જાણકારી આપી છે.આ મહિલા અધિકારીએ ડેપ્યુટી ક્લેક્ટર મયંક પટેલ સામે કરેલી ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી દીધી છે. તેમને હાઈકોર્ટ સમક્ષ બંધ કવરમાં એફિડેવિટ દાખલ કરી હોવાની માહિતી સામે આવી છે.

પીડિત મહિલા અધિકારીએ ક્રાઈમ પોલીસ મથકમાં આઈટી એક્ટ મુજબ મયંક પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મયંક પટેલે સતત 8 મહિના તેમને વાંધાજનક મેસેજ કર્યાં હતા. અને ખોટી માંગો કરી હતી, હવે આ મુદ્દે ફરીયાદી દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવેલાં 164 મુજબના નિવેદનને ચકાસ્યા બાદ વધુ સુનાવણી થશે.

મયંક પટેલે મહિલા અધિકારીને અભદ્ર મેસેજ અને તસવીરો મોકલીને હેરાન કર્યા હતા. મયંક અને મહિલા અધિકારી અગાઉ સાથે નોકરી કરતા હતા અને વારંવાર  ગાંધીનગરમાં મળવાનું થતું હતું.દરમિયાન એકબીજાના મોબાઇલ નંબર એક્સચેન્જ થયા હતા. ત્યારબાદ વાતચીત થવા લાગી. મહિલાના ના કહ્યાં પછી પણ તે અલગ અલગ નંબરો પરથી વોટ્સએપ પર અભદ્ર તસવીરો મોકલતો હતો. તેને મહિલાના પરિવારજનોને પણ વાંધાજનક તસવીરો મોકલી હતી. બાદમાં તેની ધરપકડ થઇ હતી અને જામીન પર છૂટકારો થયો હતો, જો કે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch