Fri,01 November 2024,4:55 pm
Print
header

કેજરીવાલ ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે, જાણો કઈ કઈ જગ્યાએ સભાને કરશે સંબોધન- Gujarat Post

(ફાઈલ તસવીર)

ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર 

ચૂંટણી તારીખની જાહેરાત પહેલા નેતાઓ ખૂંદી રહ્યાં છે ગુજરાત

મોદીનો પ્રવાસ પૂરો થયા બાદ જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો

અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે. લોકોને ગુજરાત ચૂંટણીની તારીખની પણ જાહેરાત થશે તેમ લાગતું હતું. પરંતુ હાલમાં માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરાઇ છે, ગુજરાતમાં મોદી, શાહની ગુજરાત મુલાકાતો પૂરી થયા પછી જ ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરશે તેવી ચર્ચા છે.

દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. 16 અને 17 ઓક્ટોબરે કેજરીવાલ ભાવનગર, મહેસાણા અને ડીસામાં તેઓ જનસભાને સંબોધશે.

કેજરીવાલના પ્રવાસ બાદ 19 અને 20 તારીખે મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.રાજકોટમાં રોડ શો કરવાની સાથે અમદાવાદમાં ડિફેન્સ એક્સપોમાં તેઓ હાજરી આપશે. આમ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જોર પકડી રહ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch