Fri,01 November 2024,2:55 pm
Print
header

કેજરીવાલે કહ્યું 1 માર્ચ પછી ગુજરાતમાં વીજળીનું બિલ નહીં ભરવું પડે,અમારી સરકાર બનતા જ ભ્રષ્ટાચારીઓને કરીશું જેલ ભેગા- Gujarat Post

નવસારીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને ગુજરાતની મુલાકાતો વધારી છે. બંને નેતાઓ ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. નવસારીમાં કેજરીવાલે ઇંકલાબ ઝીંદાબાદના નારા લગાવીને સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, એક ખુશ ખબરી છે અને કેન્દ્રની ગુપ્ત એજન્સીનો રિપોર્ટ છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આપણી 90, 92 કે 93 જેટલી બેઠકો તો આવશે. બધા ભેગા મળીને જોરદાર ધક્કો મારો, કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ અહીં ગુજરાતમાં તૂટી જાય અને આપણી સરકાર બને.

આપની સરકાર બનશે એટલે અમે ભ્રષ્ટાચારીઓને સબક  શિખવીશું, 27 વર્ષમાં આ લોકોએ લૂંટવાની કોઈ કસર બાકી નથી રાખી. જનતાએ ગુજરાત સરકારને ટેક્સ રૂપે અરબો રૂપિયા આપ્યાં છે. તો ક્યાં ગયા આ રૂપિયા ? આ લોકો જ લૂંટી લે છે.. પંજાબના આરોગ્ય મંત્રી ગરબડ કરી રહ્યાં હતા, તો પંજાબ સરકારે એમને પકડીને જેલમાં નાંખી દીધા હતા. અહીં પણ ભ્રષ્ટાચારીઓને છોડીશું નહીં

મારો ભાઈ અથવા મારો દીકરો પણ ભ્રષ્ટાચાર કરશે તો એને ચલાવી નહીં લેવાય. 15 ડિસેમ્બર પછી સરકાર બનશે, ત્યાર બાદ સરકારી કચેરીઓમાં રૂપિયા નહીં આપવા પડે. અમારી સરકાર બન્યાં પછી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે, સરકારી કર્મચારી તમારા કામ માટે ઘરે આવશે, પ્રથમ મોંઘવારીથી છૂટકારો અપાવીશું, 1 માર્ચ પછી વીજળી બિલ ભરવાની જરૂર નથી, બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. ગુજરાતમાં મને ખૂબ પ્રેમ મળે છે, કોઈ ભાઈ માને છે, કોઈ દીકરો માને છે.

તમારા ઘરે કોઈ બિમાર હશે તો તેની સારવારના પૈસા અમારી સરકાર આપશે.ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીના ફોટો હોવા જોઈએ. ગણેશજી અને લક્ષ્મીજીના ફોટો હોવાથી તમામને આશીર્વાદ મળશે. બીજી તરફ  ગોપાલ ઈટાલીયાએ સભાને સંબોધન કરતા કહ્યું, આજે લાભ પાંચમનો પવિત્ર દિવસ છે. લાભ પાંચમ પર લાભ ત્યારે જ થશે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે. વર્ષોથી ભાજપ અને કોંગ્રેસના લોકોની મીલીભગતથી ગુજરાતની જનતાનું શોષણ થયું છે, હવે આપણે આપની સરકાર બનાવવાની છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch