Sat,16 November 2024,6:57 pm
Print
header

અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારે આવ્યો પલટો, કમોસમી વરસાદ પડ્યો – Gujarat Post

(file pic)

હવામાન વિભાગે માવઠાની કરી હતી આગાહી

અમદાવાદમાં વરસાદથી રોડ રસ્તા ભીનાં થયા

સૌરાષ્ટ્રના ખેડૂતોની વધી મુશ્કેલીઓ

અમદાવાદઃ હવામાન વિભાગે (guajrat weather forecast) કરેલી આગાહી મુજબ વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં પલટો (unseasonal rain) આવ્યો છે. સવારે ઝરમર વરસાદની શહેરના રોડ રસ્તા ભીના થઈ ગયા છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી.

રાજ્યમાં બે દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, માળિયા અને કચ્છમાં વરસાદ પડી શકે છે. હાલમાં વાતાવરણ બદલાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.ખેડૂતોને ઘાસચારો અને ખેતીપાક બગડવાની ચિંતા સતાવી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે, જે બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે.આગામી થોડા દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch