Sun,30 June 2024,5:25 pm
Print
header

ઓવૈસીએ સંસદમાં શપથ બાદ લગાવ્યાં જય પેલેસ્ટાઇનના નારા, સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો

(Photo: ANI)

નવી દિલ્હીઃ લોકસભામાં સાંસદોની શપથવિધિ દરમિયાન તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી AIMIM ના સાંસદ તરીકે ફરી એકવાર ચૂંટાયેલા અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં તેમની શપથવિધિ સાથે નવા વિવાદને જન્મ આપ્યો છે. શપથ ગ્રહણના અંતે ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યાં હતા. આ અંગે સોશિયલ મીડિયા યુઝર્સે તેમના પર નિશાન સાધ્યું હતું.

ઓવૈસીએ તેમના શપથના અંતે કહ્યું, જય ભીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન, તકબીર અલ્લાહ-હુ-અકબર. આ નિવેદનને લઈને ઓવૈસીએ બાદમાં પત્રકારોને કહ્યું કે, મેં જે કહ્યું તે તમારી સામે છે. બધા બોલી રહ્યાં છે. શું નથી કહ્યું ? આ કોની વિરુદ્ધ છે? મને કહો કે બંધારણની કઈ જોગવાઈ છે. જે લોકો વિરોધ કરે છે, તેમનું કામ છે.

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા સંસદમાં આપવામાં આવેલ 'જય પેલેસ્ટાઈન'નો નારા બિલકુલ ખોટો છે. તે ગૃહના નિયમોની વિરુદ્ધ છે. તેઓ ભારતમાં રહીને ભારત માતાની જય નથી કહેતા..લોકોએ સમજવું જોઈએ કે તેઓ દેશમાં રહીને ગેરબંધારણીય કામ કરે છે.

તે જ સમયે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે અમારી પેલેસ્ટાઈન કે અન્ય કોઈ દેશ સાથે કોઈ દુશ્મની નથી. આપણે જોવું પડશે કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આવા દેશ માટે નારા લગાવવા એ નિયમોમાં છે કે નહીં.

ઓવૈસીના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સે થયા છે. એક યુઝરે પોસ્ટમાં કહ્યું- ભારતે તમને વોટ આપ્યો છે, પેલેસ્ટાઈનને નહીં. અન્ય એક યુઝરે લખ્યું, શા માટે તેઓ પેલેસ્ટાઈન જઈને ત્યાં રહેવાનું શરૂ નથી કરતા. અન્ય એક યુઝર્સે કહ્યું," સંસદમાં પેલેસ્ટાઈનને વચ્ચે લાવવા માટે તેમની સામે પગલાં લેવા જોઈએ. શું બકવાસ છે. ઓવૈસીએ ઇઝરાયેલની ટીકા કરીને પેલેસ્ટાઇનની તરફેણ કરી છે. ઇઝરાયેલના હુમલામાં અનેક પેલેસ્ટાઇનના લોકોમાં મોત થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch