Sat,16 November 2024,8:14 am
Print
header

આકાશમાં બની કૌતુક પમાડે તેવી ઘટના, સળગતા લિસોટા જેવી વસ્તુ જમીન તરફ આવી- Gujarat post

સળગતા લિસોટા જેવી કોઈ વસ્તુ જમીન તરફ આવતા લોકોએ કેમેરામાં કેદ કરી

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ એક ખગોળીય ઘટના છે

આકાશી કાટમાળ પણ હોય શકે છે

સાંજે 7.45 વાગ્યે જોવા મળ્યો પ્રકાશ

1 મીનિટ આકાશમાં જોવા મળ્યો આ પ્રકાશ 

વડોદરાઃ આકાશમાં કુતુહલ સર્જે તેવી ઘટના બની છે. સળગતા લિસોટા જેવી કોઈ વસ્તુ જમીન તરફ આવતા લોકોએ કેમેરામાં કેદ કરી છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર, દાહોદ, પંચમહાલ, ભરૂચના આકાશમાં આ ઘટના જોવા મળી છે. આ ખગોળીય ઘટનાથી લોકોમાં કુતુહલ ઉત્પન્ન થયું છે. આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે આ એક ખગોળીય ઘટના છે. પૃથ્વીના વાતાવરણમાં અવકાશમાંથી કોઈ વસ્તુ આવે ત્યારે એટલી ગતિથી પૃથ્વી તરફ આવે કે એના ઘર્ષણથી વાતાવરણમાં પ્રવેશતા સાથે જ સળગી ઉઠે છે. આને ફાયરબોલ કહેવામાં આવે છે. જેમ જેમ આ ધરતી નજીક આવે છે તેમ તેમ તે નષ્ટ થતું જાય છે.

આ ઘટનાથી લોકોએ ડરવાની જરૂર નથી, કારણ કે જો આનું કદ મોટું હોય તો કદાચ ડરવાનું કોઈ કારણ બની શકે છે. ખગોળ શાસ્ત્રમાં આ ઘટનાને ઉલ્કાપાત કહેવામાં આવે છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશીત પથ એટલે કે ચમકદાર લિસોટો દર્શાવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે "ખરતો તારો" કે "ઉલ્કાપાત" કહીએ છીએ. આ પદાર્થ ક્યારેક વાતાવરણમાં સંપૂર્ણ ભસ્મીભૂત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને પણ 'ઉલ્કા' કહેવાય છે.રાજ્યના આકાશમાં આ પ્રકારની ઘટના બનતા લોકો ચોંકી ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch