Fri,15 November 2024,10:34 am
Print
header

શિવપુરીમાં માફિયા અતિકનો કાફલો રોકાયો, મૂછો પર હાથ ફેરવી કહ્યું- મને કોઈનો ડર નથી- Gujarat Post

લખનઉઃ ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતિક અહેમદનો કાફલો સોમવારે સવારે મધ્યપ્રદેશની સરહદમાં પ્રવેશ કરતી વખતે શિવપુરીના રામનગર ટોલ પ્લાઝા પરથી પસાર થયો હતો. અહીં સવારે સાડા છ વાગ્યે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અતિક અહેમદને વાનમાંથી નીચે ઉતારીને વોશરૂમમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન અતિકે તેની મૂછો પર હાથ ફેરવીને વિરોધીઓને જવાબ આપ્યો હતો. જ્યારે તેને ફરીથી પૂછવામાં આવ્યું કે જે પ્રકારના સમાચાર ચાલી રહ્યાં છે, તેનાથી શું તમે ડરી ગયા છો ? તો તેણે જવાબ આપ્યો કે હું ડરતો નથી. આ પછી, તે વેન તરફ આગળ વધ્યો હતો

રાજસ્થાનના કોટામાંથી પસાર થઈને બારન જિલ્લા પછી કસવા પોલીસ સ્ટેશનની છેલ્લી સરહદ પાર કરીને મધ્યપ્રદેશની સરહદમાં પ્રવેશ કર્યો. અતિક અહેમદને લઈ જઈ રહેલા કાફલાએ મધ્યપ્રદેશની સરહદ સુધી લગભગ 130 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. તે શિવપુરીના કરૈરા અને દિનારા નગરને અડીને ફોરલેન થઈને યુપીના ઝાંસી પહોંચ્યો હતો. આ કાફલો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈને ઉત્તર પ્રદેશની સરહદમાં પ્રવેશી ગયો છે, હવે તે આગળ પ્રયાગરાજ પહોંચશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch