Fri,15 November 2024,7:41 am
Print
header

અતિક અહેમદના પુત્ર અસદનું ઝાંસીમાં એન્કાઉન્ટર, પુત્રના મોતના સમાચારથી કોર્ટમાં રડી પડ્યો ગેંગસ્ટર- Gujarat Post

નવી દિલ્હીઃ ઉમેશ પાલ મર્ડર કેસમાં દોઢ મહિનાથી ફરાર માફિયા અતિક અહેમદનો પુત્ર અસદ ગુરુવારે ઝાંસીમાં યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેની સાથે શૂટર ગુલામ પણ માર્યો ગયો છે. બંનેએ ઘણા દિવસોથી દિલ્હીમાં આશ્રય લીધો હતો. ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અસદ અહેમદ અને શૂટર ગુલામને એન્કાઉન્ટરનો ડર સતાવતો હતો. આ જ કારણ હતું કે અસદ અહેમદ હંમેશા ત્રણથી ચાર હથિયારો સાથે રાખતો હતો.

પુત્રના એન્કાઉન્ટરની માહિતી મળતાં જ અતિક અહેમદ પ્રયાગરાજમાં કોર્ટ રૂમમાં નિસાસો નાંખીને બેસી ગયો હતો. તેને ચક્કર આવ્યાં હતા. પુત્રના એન્કાઉન્ટ બાદ અતિક પણ રડી પડ્યો હતો. જ્યારે અતિકનો ભાઈ અશરફ પણ ચૂપચાપ ઉભો હતો.

અસદ સૂતી વખતે હથિયાર પોતાની સાથે રાખતો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોનું માનીએ તો અસદ અહેમદ ગુલામ સાથે હથિયાર લઈને ફરાર થઈ ગયો હતો. અસદ દિલ્હી પોલીસના હાથે ઝડપાઈ જતાં નાસી છૂટ્યો હતો. સ્પેશિયલ સેલની ટીમ બે દિવસ બાદ સંગમ વિહાર પહોંચી હતી. અગાઉ અસદ ગુલામ સાથે ફરાર થઈ ગયો હતો.

સ્પેશિયલ સેલના અધિકારીએ જણાવ્યું કે માફિયા ડોન અતિક અહેમદના પૂર્વ ડ્રાઈવર શફીકે અસદના દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.તેણે અસદને તેના પરિચિતો જીશાન, ખાલિદ અને જાવેદ પાસે દિલ્હી મોકલ્યો હતો. આ લોકો યુપીથી બસ દ્વારા દિલ્હી પહોંચ્યાં હતા.

બસ સ્ટેન્ડથી તેઓ ઓટોમાં સંગમ વિહાર ગયા હતા. આ મદદગારોએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે શફીકના કહેવા પર તેઓએ અસદને તેમના ઘરમાં આશ્રય આપ્યો હતો. અસદ ત્રણેયના ઘરે રહેતો હતો અને બે દિવસ પછી ઘર બદલી લેતો હતો. સંગમ વિહારમાં તેમના રોકાણ દરમિયાન કોઈ પાડોશીએ આરોપીને ઓળખ્યો ન હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch