Mon,18 November 2024,10:55 am
Print
header

વતનમાં સ્વાગત, 18 વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યાં પછી 65 વર્ષીય ભારતીય મહિલા પરત આવ્યાં

પાકિસ્તાનમાં જાસૂસ ગણીને લાહોરની જેલમાં કેદ કરાયા હતા

ઔરંગાબાદઃ પાકિસ્તાન (pakistan)ની જેલમાં 18 વર્ષ  રહ્યાં બાદ 65 વર્ષીય મહિલા હસીના દિલશાદ અહેમદને છેવટે ભારત (india)પરત લાવવામાં સફળતા મળી છે. ઔરંગાબાદમાં રહેતા 65 વર્ષીય હસીના દિલશાદ અહેમદ વર્ષ 2002માં તેમના એક સગાને મળવા લાહોર (lahor) ગયા હતા. તેમના સગાને મળી ન શક્યા પણ લાહોર પોલીસે શંકાને આધારે તેમની ધરપકડ કરીને જેલમાં ઘકેલી દીધા હતા. ત્યાર બાદ તેમણે સ્થાનિક ભારતીય દુતાવાસમાં સંપર્ક કર્યો હતો. જેને પગલે ભારત સરકારે સક્રિય પ્રયત્નો કરતા હસીના દિલસાદને ભારત પરત લાવવામાં સફળતા મળી છે.

26મી જાન્યુઆરીએ પાકિસ્તાનથી આવ્યાં બાદ હસીના દિલસાદ મહારાષ્ટ્રના (maharastra) ઔરગાંબાદ ખાતે તેમના ભત્રીજાના ઘરે પહોંચ્યા હતા. ઔરગાબાદ પહોંચ્યા બાદ તેમણે સીટી ચોકના પોલીસ  સ્ટેશન ખાતે જઇને ત્યાંના સ્ટાફનો આભાર માન્યો હતો.કારણ કે જ્યારે તેમની ધરપકડ લાહોર ખાતે કરવામાં આવી ત્યારે ઔરંગાબાદ પોલીસે સારી કામગીરી કરીને કેન્દ્ર સરકારને પુરાવા પુરા પાડ્યા હતા. જેને કારણે તેમને પરત લાવવામાં સફળતા મળી હતી. હસીના દિલસાદને પાકિસ્તાને જાસુસ ગણાવીને જેલમાં નાખી દીધા હતા.  પાકિસ્તાનમાં તેમના પર થયેલા અત્યારને યાદ કરીને  હજુ પણ ડરી જાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch