Fri,20 September 2024,10:07 am
Print
header

છૂટા હાથે થઇ રહ્યું છે દાન....રામલલાના દર્શને આવતા શ્રદ્ધાળુઓએ આપેલી રકમ કરોડોમાં પહોંચી- Gujarat Post

ત્રણ મહિનામાં રૂ.3550 કરોડથી વધુ દાન મળ્યું

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી 5 જ દિવસમાં 3.17 કરોડ રૂપિયાનું દાન મળ્યું

એક દિવસમાં રૂ.15 લાખથી વધુ રકમ દાનમાં મળી રહી છે

અયોધ્યાઃ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના પાંચ દિવસ બાદ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે લાખો ભક્તોની ભીડ ઉમટી રહી છે. અયોધ્યામાં આજે સવારે આછું ધુમ્મસ જોવા મળ્યું હતું. કડકડતી ઠંડી છતાં ભક્તોની ભીડ અહીં આવી રહી છે. અને વહીવટીતંત્ર તબક્કાવાર ભક્તોને રામલલાના દર્શન કરાવી રહ્યું છે.

22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘઘાટન બાદથી અત્યાર સુધી રામલલાના દર્શન કરવા આવનારા ભક્તોની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ છે.ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભગવાન રામના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે.

વિશ્વ હિંદુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માના જણાવ્યાં અનુસાર, રામલલાની મંગળા આરતી સવારે 4.30 વાગ્યે અને શૃંગાર આરતી (ઉત્થાન આરતી) સવારે 6.30 વાગ્યે થાય છે. સવારે 7 વાગ્યાથી ભક્તોના દર્શન શરૂ થશે. તેમણે જણાવ્યું કે ભોગ આરતી બપોરે 12 વાગ્યે, સંધ્યા આરતી સાંજે 7:30 વાગ્યે અને રાત્રિ ભોગ 9 વાગ્યે કરવામાં આવે છે. ભગવાનની શયન આરતી રાત્રે 10 કલાકે થશે.  

મંદિરને મળ્યું કરોડો રૂપિયાનું દાન
 
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું છે કે રામ મંદિરના ભૂમિપૂજન પછી જે ફંડ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે એક મહિનાના અભિયાનમાં લગભગ 3550 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, ભગવાનની સંપત્તિ કુલ રૂ. 4500 કરોડની આસપાસ થઇ છે. મંદિર નિર્માણ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યાં છે. હાલમાં એક દિવસના 15 લાખ રૂપિયા મંદિરને મળી રહ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch