Fri,15 November 2024,9:50 am
Print
header

ભારતીય ક્રિકેટ જગતમાં ભૂકંપ જેવા ખુલાસા કરનારા મુખ્ય પસંદગીકાર ચેતન શર્માનું રાજીનામું- Gujarat Post

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ ભારતીય ટીમ અને ખેલાડીઓ સાથે જોડાયેલા અનેક ખુલાસા કર્યાં પછી તેઓ સતત વિવાદોમાં હતા. હવે તેમણે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું BCCI સેક્રેટરી જય શાહને મોકલી આપ્યું છે અને તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

શર્માએ એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીના સંબંધોથી લઈને ઈન્જેક્શન લેનારા ખેલાડીઓ સુધીની ઘણી બાબતો પર ગંભીર ખુલાસા કર્યાં હતા શર્માએ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ જ્યારે 80 ટકા ફીટ હોય છે ત્યારે ઈન્જેક્શન લે છે. આ પેઇન કિલર નથી. આ ઈન્જેક્શનમાં એવી દવાઓ હોય છે જે ડોપ ટેસ્ટમાં શોધી શકાતી નથી. બનાવટી ફિટનેસ માટે ઈન્જેક્શન લેનારા આ તમામ ખેલાડીઓના બહારના ડોક્ટરો પણ છે.

ચેતન શર્માએ એવો આક્ષેપ કર્યો હતો કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની T-20I શ્રેણીમાં સ્ટ્રેસ ફ્રેક્ચરમાંથી બુમરાહના વાપસીને લઈને તેમની અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદો હતા. બુમરાહ હજુ પણ એક્શનથી બહાર છે અને ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં પણ રમતો જોવા મળશે નહીં.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch