Sat,23 November 2024,2:41 pm
Print
header

ગુજરાતમાં કોંગ્રેસને પહેલો મોટો ઝટકો, સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરિફ વિજેતા- Gujarat Post

સુરત કલેક્ટરે આપ્યું જીતનું સર્ટિફિકેટ

મુકેશ દલાલ ચૂંટણી લડ્યાં વગર જ સાંસદ બની ગયા

સુરતઃ અહીં ભાજપે (surat bjp) ઈતિહાસ રચી દીધો છે. બસપા (bsp) સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઇ ગઇ છે. લોકસભામાં (lok sabha elections 2024) ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચી દીધો છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે.

સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોગ્રેસના ઉમેદવારના ટેકેદારોને લઇને બબાલ ચાલી હતી, બાદમાં સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતું. તેમના ટેકેદારોએ પોતાની સહીં ન હોવાનું કહીને કુંભાણીને ટેકો આપવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો અને આખરે ફોર્મ રદ્દ થયું હતુ. જો કે આ બધું ભાજપે કરાવ્યું હોવાના આરોપ લાગી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch