Sun,17 November 2024,5:04 am
Print
header

કચ્છ સરહદે પાકિસ્તાન માટે જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો, ATSએ કરી ધરપકડ

દેશ સાથે ગદ્દારી કરતો જવાન ઝડપાયો 

કચ્છઃ સરહદ પર પાકિસ્તાન માટે જાસૂસી કરતો બીએસએફનો જવાન ઝડપાઇ ગયો છે. મોહમ્મદ સજાજાદ મોહમ્મદ ઈમ્તિયાઝ નામનો સેનાનો આ જવાન જાસૂસીકાંડમાં ઝડપાયો છે. આ જવાન સેનામાં રહીને આપણા દેશ સાથે ગદ્દારી કરી રહ્યો હતો. BSFના ગાંધીધામ યુનિટમાં તૈનાત કશ્મીરી જવાન જાસૂસી કરતા ઝડપાયો છે. જવાનની જાસૂસી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવતા બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની ઈંટેલીજંસ એજંસીઓ ચોંકી ઉઠી છે. ATSએ આ જવાનની ધરપકડ કરી છે. કશ્મીરી જવાન ત્રિપુરામાં ડ્યૂટી પર હતો ત્યારથી તેના પર સર્વેલન્સ કરવામાં આવતું હતું. ત્યારબાદ કચ્છમાં મૂકાયો હતો. જ્યાં પણ તેના પર નજર રાખવામાં આવતી હતી  

વોટ્સએપના માધ્યમથી બીએસએફની તમામ માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. પોલીસે જણાવ્યું કે માહિતી પહોંચાડી નાણાં મેળવતો હતો. દરમિયાન ગુજરાત ATSને ટીપ્સ મળતા જ આજે તેને ઉઠાવી લીધો હતો. સૂત્રોના મતે આ જવાન જમ્મુ- કશ્મીરના રાજોરી જિલ્લાનો રહેવાસી છે.બે મહિના પહેલા તેની બટાલિયન કચ્છમાં ગાંધીધામ ખાતે ડિપ્લોય કરાતા અહીં આવ્યો હતો.આ ગદ્દાર 7 વર્ષ પહેલા જ BSFમાં ભરતી થયો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch