Mon,18 November 2024,12:21 am
Print
header

આસારામ બાદ વધુ એક ઢોંગી બાબા રામ રહીમની તબિયત લથડી, જાણો શું થઈ તકલીફ

રોહતકઃ યૌન શૌષણ અને પત્રકારની હત્યા મામલે સુનારિયાં જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા બાબ રામ રહીમને કોરોનાની આશંકાના કારણે ભારે સુરક્ષા વચ્ચે રોહતકની પીજીઆઈમાં ભરતી કરવામાં આવ્યો છે. જેને કારણે પીજીઆઈમાં મોટી માત્રા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જેલ અધિકારીએ  આ અંગે કંઈ કહેવાનો ઈનકાર કર્યો છે.

પીજીઆઈમાં બાબાનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી આ રિપોર્ટ આવ્યો નથી. રામ રહીમ પહેલાથી જ ડાયાબિટીસ તથા બીપીની દવા લઈ રહ્યો છે.આ સ્થિતિમાં તેણે ગભરામણની ફરિયાદ કરી તો પોલીસે તેને પીજીઆઈમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. જેલમાં રૂટિન ચેકઅપ બાદ તેને પીજીઆઈ લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. જે વોર્ડમાં બાબા રામ રહીમને રાખવામાં આવ્યો છે ત્યાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત છે. પોલીસ અધિક્ષકને સુરક્ષાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં સુધી તેની સારવાર ચાલશે ત્યાં સુધી કડક બંદોબસ્ત રાખવામાં આવશે. રામ રહીમનો કોરોના રિપોર્ટ હજુ આવ્યો નથી, પરંતુ ડોક્ટરોને આવી આશંકા હોવાની રિપોર્ટ કરાવાયો  છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch