Vinesh Phogat Retirement: રેસલર વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેને સમર્થન માટે દરેકનો આભાર માન્યો અને કહ્યું કે તે તે દરેકની ઋણી રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની માતાને યાદ કરીને લખ્યું કે તેની હિંમત તૂટી ગઈ છે. જો કે કુસ્તીબાજ વિનેશે સ્પોર્ટ્સ આર્બિટ્રેશનને સંયુક્ત રીતે ઓલિમ્પિક સિલ્વર મેડલ આપવાની અપીલ કરી છે.
24 વર્ષની કારકિર્દીનો ઉલ્લેખ કરતા, કુસ્તીબાજ વિનેશ ફોગાટે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું - 'ગુડબાય રેસલિંગ 2001-2024.' મા, કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ. માફ કરશો. તારું સપનું, મારી હિંમત તૂટી ગઈ. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ સહિત અનેક હસ્તીઓએ વિનેશને ચેમ્પિયન કહીને પ્રોત્સાહિત કર્યાં હતા.
ટોકયો ઓલિમ્પિક્સ 2020 બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિનેશને સપોર્ટ કર્યો છે. તેણે લખ્યું, વિનેશ, તું હારી નથી. તું હંમેશા અમારા માટે વિજેતા રહીશ. તું ભારતની દીકરી હોવાની સાથે ભારતનું ગૌરવ પણ છે.
પેરિસમાં સ્થાનિક સમય અનુસાર બુધવારે મોડી રાત્રે લગભગ 5.51 વાગ્યે પ્રાપ્ત સમાચાર અનુસાર, તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)ને પોતાને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે. મંગળવારે સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જો કે બુધવારે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તે 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં સોલર પોલિસી લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશેઃ પીએમ મોદી – Gujarat Post | 2024-09-16 14:55:53
ઉદ્ઘાટનના થોડા કલાક પહેલા જ ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદી સાંજે આપશે લીલીઝંડી – Gujarat Post | 2024-09-16 14:52:43
ગુજરાતની પ્રથમ ઘટના, ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી – Gujarat Post | 2024-09-16 14:49:42
PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે, જાણો તેની ખાસિયતો | 2024-09-16 09:57:51
ફ્લોરિડામાં થયેલા હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ, એક શંકાસ્પદ કસ્ટડીમાં: FBI | 2024-09-16 09:40:07
સૌથી મોટો શાબ્દિક હુમલો....રાહુલ ગાંધીને દેશનો નંબર-1 આતંકવાદી ગણાવતા કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ | 2024-09-15 20:49:43
પીએમ મોદીએ ઓનલાઇન ઝારખંડથી 6 વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, વરસાદના કારણે જમશેદપુરનો રોડ શો કર્યો રદ્દ | 2024-09-15 11:28:14
વીડિયો...ભાજપના આ નેતાનો મહિલા સાથેનો વિવાદીત વીડિયો જોરદાર વાઇરલ, મહિલાને કરી રહ્યાં છે અડપલા | 2024-09-13 18:20:15
ફરીથી અદાણી ઉપર હિંડનબર્ગનો ઘટસ્ફોટ....સ્વિસ બેંકે અદાણીના 2600 કરોડ રૂપિયા બ્લોક કર્યાંનો ખુલાસો | 2024-09-13 11:55:26
સંપત્તિ વિવાદમાં રાક્ષસ બન્યો એક શખ્સ, સગાભાઈની સાથે ગર્ભવતી ભાભી અને ભત્રીજાની કુહાડીથી કરી નાખી હત્યા- Gujarat Post | 2024-09-13 10:34:42
પાકિસ્તાનમાં સગીર હિન્દુ યુવતી પર અત્યાચાર, અપહરણ કરીને વૃદ્ધ સાથે મદરેસામાં કરાવાયા નિકાહ | 2024-09-13 08:00:03
સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ ભોયાની ધરપકડ, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ACBએ ગુનો દાખલ કર્યો | 2024-09-12 18:27:02
ભારતને અમેરિકા પાસેથી મળશે શક્તિશાળી હથિયાર, પાકિસ્તાન- ચીન એન્ટી સબમરીન સોનોબોયની શક્તિથી થરથરી જશે | 2024-09-12 09:05:22