Fri,15 November 2024,4:18 am
Print
header

Balasore Train Accident: અકસ્માતમાં બંગાળના ત્રણ ભાઈઓનાં મોત, ગામમાં શોકનો માહોલ, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ત્રણ ભાઈઓ કામની શોધમાં તમિલનાડુ જઈ રહ્યાં હતા ત્યારે તેઓ ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતમાં મૃત્યું પામ્યા હતા. તેમની ઓળખ હરન ગાયન (40), નિશિકાંત ગાયન (35) અને દિબાકર ગાયન (32) તરીકે કરવામાં આવી છે, જેઓ ચારનીખાલી ગામના રહેવાસી છે. ત્રણેય ભાઈઓ સામાન્ય રીતે વર્ષનો મોટાભાગનો સમય તમિલનાડુમાં રહેતા હતા. તે ત્યાં છૂટક મજૂરી કામ કરતા હતા. તેઓ થોડા દિવસો પહેલા ઘરે આવ્યા હતા અને કોરોમંડલ એક્સપ્રેસમાં પાછા તમિલનાડુ જઈ રહ્યાં હતા, આ વખતે તેઓ ખેત મજૂર તરીકે કામની શોધમાં હતા. ત્રણેય ભાઈઓના મોતના સમાચાર મળતા જ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ગામ લોકોએ જણાવ્યું કે હરનની પત્ની અંજિતા બીમાર રહે છે. અંજિતાની દેખભાળ કોણ કરશે તે પ્રશ્ન દરેકને પરેશાન કરી રહ્યો છે. તેમના પરિવારમાં બે પરિણીત પુત્રીઓ અને એક પુત્ર છે, જેમણે તાજેતરમાં સ્થાનિક ભોજનશાળામાં કામ કરવાનું શરૂ કર્યું છે. નિશિકાંતના પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. તે બંને સગીર છે. દિબાકરના પરિવારમાં બે પુત્રો અને પત્ની છે. હરનના પુત્ર અભિજીતે કહ્યું કે મારા પિતા અને કાકા નથી રહ્યા, અમારો પરિવાર બરબાદ થઈ ગયો છે.

આજે સવારે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ફરી ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરે છે. અકસ્માતનું કારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર લોકોની પણ ઓળખ કરવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch