Sun,17 November 2024,7:07 pm
Print
header

ભાજપના બૂટલેગર મહિલા નેતા, બારડોલીમાં તાલુકા પંચાયતના ભાજપના મહિલા સભ્યનો દારૂ વેચતો વીડિયો વાયરલ

બારડોલીઃ ભાજપના નેતાઓ સત્તાના મદમાં રાચતા હોય તેમ એક પછી એક તેમના વિવાદાસ્પદ કારનામા સામે આવી રહ્યાં છે સુરતના બારડોલી તાલુકાના બાબેન ગામમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દેશી અને વિદેશી બનાવટના દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના ગામમાં તેમના પક્ષાના મહિલા તાલુકા પંચાયતના સભ્ય દારૂનો અડ્ડો ચલાવતાં હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી પોલીસ સહિત ભાજપની આબરૂના ફરી લીરા ઉડ્યા છે. પ્રદેશ પ્રમુખ પાટીલના મત વિસ્તારની નજીક જ ભાજપના નેતા દ્વારા આવો ગોરખધંધો ચાલી રહ્યો છે છતાં ટોચની નેતાગીરી ચૂપ છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે.

બારડોલી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય શકુંતલા રાઠોડનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ વિદેશી દારૂની બોટલમાંથી દારૂ કાઢીને નાની બોટલમાં ખાલી કરી રહ્યાં છે ઉપરાંત દારૂ લેવા આવનારને કહે છે કે હાલ પોલીસનું વધુ દબાણ છે આજે દારૂ પકડાયો છે જેથી આમ કરીને ધંધો કરવો પડી રહ્યો છે.

ભાજપના જ નેતા શકુંતલા રાઠોડ પોતાના ઘરમાં જ દેશી અને વિદેશી દારૂનો અડ્ડો ચલાવીને દારૂ વેચતા હોય તેવો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે કેબિનેટ મંત્રી ઉપરાંત સુરત જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલનું આ ગામ છે તેમના જ ગામમાં આ રીતે દારૂની હાટડી ધમધમતી હોય છતાં તેમને ખબર ન હોય તે મોટો પ્રશ્ન છે. નોંધનિય છે કે અગાઉ પણ ભાજપના અનેક નેતાઓના દારૂ સાથેના વીડિયો વાઇરલ થઇ ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch