Thu,14 November 2024,10:51 pm
Print
header

બિપરજોયનો રાજસ્થાનમાં પણ કહેર, બાડમેરમાં 500 ગામોમાં અંધારપટ, ઘરોમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયા- Gujarat Post

(Photo: ANI)

બાડમેરઃ ગુજરાત બાદ બિપરજોય વાવાઝોડું રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. ભારે વરસાદ અને ભારે પવને રાજસ્થાનના બાડમેર જિલ્લાને હચમચાવી નાખ્યો છે.અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિને કારણે વીજળી ડૂલ થઈ જતાં 500થી વધુ ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. પાકિસ્તાનને અડીને આવેલા સરહદી ગામોમાં અનેક કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં 5 થી 7 ફૂટ પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. હાલ એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો બચાવ કામગીરી ચલાવી રહી છે. હવામાન વિભાગે આગામી 12 કલાકમાં અહીં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

બાડમેરના 500 થી વધુ ગામોમાં વીજળીના થાંભલા પડી જવાને કારણે અંધારપટ છે, વાવાઝોડાની સાથે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. જેના કારણે અનેક ગામો સાથેનો લોકોનો સંપર્ક તૂટી ગયો છે. ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે બાડમેર, ઝાલોર અને સિરોહીમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. પાલી અને જોધપુર માટે "ઓરેન્જ એલર્ટ" જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ જેસલમેર, બિકાનેર, ચુરુ, સીકર, નાગૌર, ઝુનઝુનુ, અજમેર, ઉદેપુર, રાજસમંદ, જયપુર, દૌસા, અલવર, ભીલવાડા, ચિત્તોડગઢ, કરૌલી, સવાઈ માધોપુર, ટોંક, બુંદી અને કોટા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch