Sat,16 November 2024,8:02 am
Print
header

બાયડના ધારાસભ્યએ પૂરી કરી માનતા, ઘડો લઈને સમર્થકો સાથે કરી પદયાત્રા - Gujarat Post

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતમાંથી ત્રણ ધારાભ્યો અપક્ષ તરીકે ચૂંટાયા છે. જેમાં બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા વિજેતા બન્યા છે. તેમણે ચૂંટણીમાં જીત થાય તે માટે હીરાબાઈની સિકોતર મેલડીના ભુવાજી પાસે માનતા માની હતી. જીત બાદ તેમણે માલપુરથી અણિયોર ઘડો લઈને સમર્થકો સાથે પદયાત્રા કરીને માનતા પૂરી કરી હતી. અણિયોરની મસાણી મેલડીથી સિકોતર મઢ સુધી પદયાત્રા દરમિયાન તેમણે કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતુ, અને અહીંંના હીરાબાઈની સિકોતર મેલડીના ભુવાના આશીર્વાદ લીધા હતા.

ડીસામાં ધારાસભ્યોના શુભેચ્છોએ અનોખી માનતા રાખી હતી. ધારાસભ્ય પ્રવીણ માળીને નોટબુકથી તોલીને માનતા પુરી કરવામાં આવી હતી. માલગઢમાં જય ગોગાજી મહારાજના મંદિરે ધારાસભ્ય પ્રવિણ માળીને નોટબુકથી તોલવામાં આવ્યાં હતા. આ 90 કિલો વજનની નોટબુકો ગરીબોને અર્પણ કરવામાં આવશે. આમ હવે ચૂંટણી પુરી થયા બાદ જીતેલા ઉમેદવારો માનતાઓ પુરી કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch